________________
કલ્પસૂત્ર ભાષાંતર
૫૧૫૪ા
મહાત્સવરૂપ કુલમર્યાદા કરે છે કેવા પ્રકારની કુલમર્યાદા કરે છે? તે હવે કહે છે-શહેરમાં વેચાવાને આવતા કરીયાણાની જકાત માફ કરી, ગાય વિગેરે ઉપર લેવાતા કર ખાધ કર્યાં, ખેડુતો પાસેથી ખેડના લેવાતા ભાગ મારૢ કર્યાં, જે મનુષ્યને જે ચીજ જોઈએ તેમને બજારમાંથી મૂલ્ય દીધા વિનાજ લેવાની છૂટ આપી, અને તે ચીજોની જે કિમત હોય તે પોતાના ખજાનામાથી આપવાનો ખોખસ્ત કર્યાં, ખરીદ–વેચાણ મ ધ કરાવ્યુ, જેને જે ચીજ તેઇએ તેની કિ મત કર્યા વિના જ તે લઈ આવે, અને વેપારીને રાજ્યની તીજોરીમાંથી નાણા મળી જાય, સિપાઈ અમલદાર વિગેરે કોઇ પણ રાજ પુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા મ ખસ્તવાળી કુલ મયૉદા કરી વળી કેવા પ્રકારની કુલમર્યાદા કરી ?—ગુન્હા મુજબ રાજાને ધન આપવુ પડે તે દડ, અને માટે ગુન્હા થવા છતાં રાજાને થોડુ ધન આપવુ તે કુદડ, આવા ક્રેડ અને કુદ ડવડે રહિત એવા, એટલે દસ દિવસ સુધી દરેકના દડ મારે કર્યો ઋણુરહિત એવી, એટલે દરેક દેવાદારોનુ કરજ રાજ્ય તરફથી ચૂકવી આપી ઋણુ મુકત કરનારી એવી કુલમર્યાદા કરી રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકનાં પાત્રો, તે વડે યુકત એવી નાચ કરનારા અનેક ન`કે વડે સેવાયેલી, જેની અંદર મૃદગ અજાવનારા નિર તર મૃદ ગામજાવી રહ્યા છે એવી, વિસ્વર અનેલી પુષ્પમાલા વાળી, પ્રસન્ન થયેલા અને તેથી જ અહી થી તહી ફરી રમ્મત ગમ્મત કરનારા શહેરીએ અને દેશવાસીલેાકેાવાળી, આવા પ્રકારની મહાત્સવરૂપ કુલમોદાને સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી કરે છે. ૧૦૨ા
હવે તે સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધીની મહોત્સવરૂપ કુલમોદા પ્રવર્તે છતે સેકડો હજારો અને લાખો પરિમાણવાળા યાગને એટલે જિનપ્રતિમાની પૂજાને પોતે કરે છે તથા ખીજાએ પાસે કરાવે છે,
૫ ચમ
વ્યાખ્યાન,
૧૫૪.