________________
જિનતા
૧૬૪
રાજકીય તહેવારને ઉમેરો કરે છે તે ચગ્ય નથી. સમય પલટાતાં રાજકીય તહેવા તરત વાસી બની જશે. માત્ર સરકારી દફતરે અને કેલેન્ડરો પૂરતી જ એની નોંધ લેવાશે. પ્રજાજીવનમાં નવી ચેતના જગાડવામાં એમનો હિસ્સે ખાસ નહિ હોય. સૈકાઓથી ઉજવાતા આવેલા મેટા ધાર્મિક તહેવારોની રજા રદ કરવાથી એકંદરે આપણી ભારતીય ભાવનાઓને હાનિ પહોંચે છે. રજાના સમયના કેટલાક લોકે દુર્વ્યય કરે છે, એ ફરિયાદ ખોટી નથી, તે પણ કામના કલાકનું આયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મેટા ધાર્મિક પની રજા રદ કરવાની જરૂર ન પડે.
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે વિભિન્ન વિદેશી આક્રમણે અને વિષમ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખનાર પરિબળામાં આપણાં ધાર્મિક પર્વોને ગદાન ઓછું નથી.