________________
૧૬૨
જિનતત્ત્વ આત્માની એ ખાસિયત છે કે જે તે જાગ્રત ન રહે તે ઘડીકમાં પ્રમાદી અને મલિન બની જાય. આત્મશુદ્ધિ એ સતત કરવાનું કાર્ય છે. પર્યુષણ પર્વ એ માટેના પુરુષાર્થને પ્રેરે છે. પર્વનું જે આયેાજન ન હોય તો ગમે તે માણસ ગમે તેટલું સારું કાર્ય કરે તે પણ એને સામાજિક પ્રભાવ બહુ પડતું નથી. અનેક માણસે એકસાથે આવા કાર્યમાં જોડાય છે ત્યારે તેઓ પરસ્પર એકબીજાને માટે પ્રેરક બને છે અને એનો સામાજિક પ્રભાવ ઘણે મેટો પડે છે. પર્યુષણ પર્વ દરમિાન જૈનોમાં ઉપવાસ વગેરે પ્રકારની છે નાની-મેટી તપસ્યા કરવામાં આવે છે એને જે સરવાળે કરવામાં આવે તે આત્મશુદ્ધિના કાર્યમાં કેટલું મોટું ચગદાન છે એ સમજી શકાશે. માત્ર જડતાથી કે દેખાદેખીથી તપશ્ચર્યા કરનારા કેટલાક જરૂર હશે (અને ભલે હોય) અને એવી તપશ્ચર્યાની ખોટી ટીકા કે નિંદા કરનારા પણ કેટલાક હશે (અસમર્થો જામે મળે અમને) તે પણ સમગ્રપણે જોતાં માનવજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પ્રતિવર્ષ આ પર્વ દ્વારા ઘણું મેટું કાર્ય થાય છે એમ સ્વીકારવું જ પડશે.
1. ધર્મની આરાધના દાન, શીલ, તપ અને ભાવ- એ ચાર પ્રકારે કરવાની કહી છે. દરેક પોતાની શક્તિ અને રુચિ અનુસાર એક યા બીજા પ્રકારે તેમાં પ્રવૃત્ત થઈ શકે છે. પર્યુષણ પર્વનું હાર્દ તે સાંવત્સરિક ક્ષમાપના છે. પિતાના બીજા પ્રત્યે થયેલા દેશે માટે ક્ષમા આપવી એ