________________
૧૫૮
જિનતત્ત્વ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને “દસ લક્ષણ” કહેવામાં આવે છે. . ક્ષમા. માર્દવ, આવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય—એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી આ પર્વ ઉજવાતું હોવાથી તેને દસ લક્ષણ” કહેવામાં આવે છે.
પની ઊજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. પર્યુષણ પર્વ સાથે કઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માને પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પંથે વિચારવાનું અમેઘ પર્વ છે–પર્વાધિરાજ છે.