________________
૧૫૮
જિનતત્ત્વ
દિવસ પછી ખીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને ‘દસ લક્ષણી’કહેવામાં આવે છે. ક્ષમા, સાવ, આવ, ત્યાગ, સયમ, તપ, સત્ય, શૌચ, અકિચનતા અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારના યતિધર્મ ને લક્ષમાં રાખી આ પર્વ ઉજવાતુ હેાવાથી તેને દસ લક્ષણી' કહેવામાં આવે છે.
પર્વની ઊજવણી સાથે એની ફલશ્રુતિ સ`કળાયેલી વ્હાય છે. પ`ષણ પર્વ સાથે કાઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશાધન દ્વારા આત્માના પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પ'થે વિચરવાનું અમેાઘ પ -પર્વાધિરાજ છે.