________________
૧૫૬
જિનતત્વ કરે, અશુભ વચન ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ વગેરે વતક્રિયા કરવાં, ગુરુ મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો-ચૌદ સુપનને–મહત્સવ કરે -વગેરે આવશયક મનાય છે.
આ પર્વ દરમિયાન મસ્તકે લેચ કરો (એટલે ' માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ(ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, “કલપસૂત્ર વાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુએનાં કર્તવ્ય મનાય છે.
અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ ફલવતી માનવામાં આવે છે. પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીથને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે) પણ સાચું છે કે :
अन्य दिने कृतं पापं पर्वदिने विनश्यति । पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ॥
એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યને પિષણનું અને પાપના પ્રતિકમણનું પર્વ છે; દૈવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી
.