________________
૧૩૬
જિનતત્ત્વ માણસે વગેરેને ખાવાપીવાની સગવડ પૂરી પાડવા માટે ભારતમાં બહુ પ્રાચીન કાળથી અન્નક્ષેત્રો, દાનશાળાઓ, સદાવ્રત, ભોજનશાળાઓ વગેરેની વ્યવસ્થા વખતોવખત થતી આવી છે. સમાજ એ જવાબદારી હર્ષપૂર્વક ઉઠાવતે રહ્યો છે.
આ બધાંમાં સાધુ-સંન્યાસીને સમાજ સવિશેષ પ્રેમાદરપૂર્વક ભેજન આપતો રહ્યો છે. બીજી બાજુ સાધુ- - સંન્યાસીઓ પણ કેાઈ વ્યક્તિ કે સંસ્થા ઉપર બહુ બાજો ન પડે એ રીતે જુદા જુદા ઘરેથી ભિક્ષાન ગ્રહણ કરતા રહે છે. “માધુકરી”, “ભિક્ષાચરી ”, “ગોચરી” જેવા શબ્દો આ પ્રથા માટે વપરાય છે. કોઈ અન્નક્ષેત્ર કે સદીવતમાં જઈ જમી લેવું, રોજ જુદા જુદા ઘરે જઈ ભજન કરી લેવું, જુદા જુદા ઘરેથી અનાજ, લેટ વગેરે માંગી લાવી પિતાને માટે રાંધી લેવું કે જુદા જુદા ઘરેથી ડે થોડે આહાર મેળવી લાવ–એવી પિતપોતાના ધર્મ કે સંપ્રદાય અનુસાર પરંપરા ભારતમાં ચાલી આવે છે. આ બધી પરંપરાઓમાં ભગવાન મહાવીરે પોતાના વર્ષોના સ્વાનુભવના આધારે જૈન સાધુઓ માટે “ગોચરી ની દેષરહિત પરંપરાની જે હિમાયત કરી તે ઘણી કડક અને વિશિષ્ટ કોટિની છે.
જૈન સાધુઓ કેઈના ઘરે જઈને ભેજન લેતા નથી કે સંઘના કોઈ રડે જઈ જમવા બેસતા નથી. પરંતુ પ્રત્યેક ટંકે જુદા જુદા ઘરે જઈ આધાર વહેરી લાવી,