________________
સચમની સહચરી ગોચરી
૧૩૩
એક પણ વસ્ત્ર ધોરણ ન કરવું–એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને આત્મ-રમણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું તપસ્વી જીવન શકય છે.
અઢી હજાર વર્ષથી જૈન સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનો ઘણાં કારણોમાંનું એક કારણ તે તેઓની ગેચરી અને પાદવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત વિહાર કરતાં રહેવાને કારણે તથા રોજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરમાંથી
ડે થોડે આહાર વહેરી લાવવાને લીધે જૈન સાધુસાધ્વીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તો ઓછાં રહે છે અને તેથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે.
ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તે ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એ વિવિધ પ્રકારને આહાર, ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે મળે, પરંતુ એવા રાજભવને ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યસ્ત સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લખે-સુક્કો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમને આત્મભાવ કેટલો ઊંચે હશે તેની પ્રતીતિ થાય છે.