________________
૧૧૨
જિનતત્ત્વ હેતો નથી. કેટલાક સાધુઓ દીક્ષા પર્યાયમાં નાના હોય. છે. કેટલાક સાધુઓ જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલેચના અને પ્રાયશ્ચિત્તની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતુપૂર્વક જઈને આલેયણ લઈ લેવી અને તેમના અજ્ઞાનને લાભ ઉઠાવવો એ અવ્યક્તના પ્રકારનો દોષ છે. (૧૦) તત્સવી :
તત્સવી એટલે તેવા પ્રકારના દેનું સેવન કરનાર, કેટલાક મોટા સાધુઓ પિતે પતનના માગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પ્રાર્ધથ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારાની અયણ લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીક વાર એ કુતર્ક દેડાવે છે, કે જે દેનું સેવન પોતાનાથી થયું છે તેવા દેાષાનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે. માટે જે તેમની પાસે દોષોની આલેચના. કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત્ત આપશે, કારણ કે પિતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પ્રાર્ધથમુનિ પાસે આલોયણ. લેવી એ તત્સવીના પ્રકારનો દોષ છે.
સાધુમહાત્માઓના ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા. કેવા દેશે પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મને વૈજ્ઞાનિક પૃથક્કરણ આપણું આગમગ્રંથમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થાના જીવનમાં બને છે. પેતાની ભૂલ, વાંક કે દેષનો બચાવ કરવા માટે, પિતાનું ખરાબ ન