________________
૧૦૦
જિનતવ
પરચકખાણનો વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસે પચ્ચકખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ. વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યને ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે. પચ્ચક્ખાણ લેવાનું ફરમાવ્યું છે. જેમ કે અન્ય સ્થાને જતાં. અચાનક પચ્ચક્ખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં. ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કર્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્યપદાર્થોને ત્યાગ કર્યો હોય અને , કઈ ક ભૂ લથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ, થયેલું છે. આ પ્રસંગે અપવાદ રાખેલ હેવાથી પશ્ચર્ફખાણના ભંગને દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારને. દેષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે.
બી જે આગાર તે સહસાગાર છે. સહસા એટલે અચા- નક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કઈક એવી ઘટના..
બની જાય છે જેથી પચ્ચક્ખાણનો ભંગ થાય. તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે. જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચક્ખાણ હોય. અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કેઈ બીજી વસ્તુને અચાનક ક્યાંકથી છાંટે ઊડી મોઢામાં પડે તો પચ્ચક્ખાણનો ભંગ થતી. નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે “સહસાગાર” છે. આમ, દરેક પચ્ચક્ખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છે: એક “અન્નથણીભેગ” અને બીજો “સહસાગાર'. આ બે ઉપરાંત જુદા જુદા.