________________
આદિ જિનેશ્વર પરમકૃપાળુ; મમ વિનતિ ધ્યાનમાં ધારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. ભવ–દવ શિતળ કરો સર્વેશ્વર, છે સદા સહુને સુખકારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. કુમતિ–સંગ છોડી કર દ્રય જોડી; ચાચું સેવા તમારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. જેઠાલાલના પ્રભુ ઘો અચળ પદ; ગનિ જન્મ મર્ણની નિવારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ,
શ્રી અજિતનાથનું સતવન, દુઃખ હસ્ત થઈ દુઃખ કેમ આપે? એ રહ.) અજિત જિનેશ્વર આપ કૃપા નિધિ; મુજ વિનતિ સ્વીકારો રે, અજિત જિનેશ્વર. (ટેક) નર્ક નિગોદાદિ અનેક ગતિનાં; સહ્યાં મેં દુઃખ અપાશેરે, અજિત જિનેશ્વર. મુજ મુખથી શું કરું હું વર્ણન: છે સર્વજ્ઞ કિરતાર રે, અજિત જિનેશ્વર. પ્રભુ-મૂર્તિ દેખી અતિ હર્ષિત; રેમ સકળ ઉલશીઆ રે, અજિત જિનેશ્વર. ભૂખ્યા ભોજન તરસ્યા અમિ રસ; સેવક ચરના ચંદ્ર રશીઆ રે, અજિત જિનેશ્વર. દિનકર-દર્શથી કમલ પ્રફુલ્લિત; જેમ ચક્ષુ પામે અંધ રે, અજિત જિનેશ્વર.