________________
(૯) સધ ભવી અવિચળ પદ વરવા; જિન પૂજે નિત્ય મેવ. પ્રણ; ચોવિશ.
ચતુર વિંશતિજિનેશ્વર-સતવન પ્રારંભ
શ્રી કૃષભદેવનું સ્તવન. શૃંગાર શું હવે સજીએ, ગુણરે દાસી; શૃંગાર. (એ રાહ) તુજ મૂત્તિ અતિ પ્યારી, પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. (ર) હરિ, હર, બ્રહ્મા, પુરંધરની છબી; તુજ સમિપે સહુ હારી. પ્રથમ પ્રભુ; તુજ મૂર્તિ. રાગ, દ્વેષ, મેહ, મદથી ભરપૂર; ક્રર દ્રષ્ટિ, ક્રોધી ભારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. અનેક દેવ હસ્તમાં શસ્ત્ર ધરે વળી; મેરલી કરમાં ધારી. પ્રથમ પ્રભુ; તુજ મૂત્તિ. કોઈ જપ જાપ કરે, કેઈ નાચે; નેહ રાખે સંગમાં નારી. પ્રથમ પ્રભુ; તુજ મૂર્તિ. પર આશા કરતાં એહ દીઠા; કેમ પૂરે આશા તે મારી પ્રથમ પ્રભુ, તુજ મૂરિ. માટે પ્રભુ તુમ હારે હું આવ્યો; દીઠી મુદ્રા તિમિર હારી. પ્રથમ પ્રભુ, તુજ મૂર્તિ. નાભિ નરેશ–સુત નયનથી નિરખી; પામ્યો સુખ હું અપારી. પ્રથમ પ્રભુ તુજ મૂર્તિ. નિરાગી નિર્દોષી નિરંજન; નિર્લોભી નિરાકારી. પ્રથમ પ્રભુ, તુજ મૂત્તિ.