________________
અર્જુનને કેહવા લાગ્યા કે એવી રીતે જે ગુરૂની ભક્તિ કરીને વિદ્યા લઈ શકશે તેને આડા હાથ કેણ દેશે. અર્જુને ગુરૂને કહ્યું કે મહારાજ આપ તેની પાસેથી ગુરૂ પુજા બદલ તેને અંગુઠો માગી. આથી દ્રોણાચાર્ય ભીલને કહ્યું કે કાંઈ ગુરૂપુજા કરો. તે બોલ્યો કે આપ કહે તે આપું ત્યારે ગુરૂ કહે અંગુઠે આપે ત્યારે તરતજ અંગુઠો કાપી આગલ મુકે ત્યારે ગુરૂ બોલ્યા કે હવે બાણ નાખ, તેણે હવે બાણ લઈ ગુરૂને પ્રણામ કર્યો અને બે આંગળી વચ્ચે બાણ ઝાલીને નાખ્યું તે વળી વધારે બાણ ચાલ્યું અને આથી ગુરૂએ પ્રસન્ન થઈને માથે હાથ મુક અને આશિર્વાદ આપે અને ઘેર આવ્યા. શ્રી સંઘની ભકિત ઊપર રત્નશા વેપારીની કથા.
શ્રી શંખપુરમાં શંખ નામે રાજા રાજય કરતે હતો તે નગરમાં રત્ન નામે વહેવારીઓ શ્રાવક વસતે હતો તે મેટા-ભાગ્યશાળી પુરૂષ હતો પણ તે ઘણેજ આળસુ હતું. તે વેપારી શ્રાવકને ત્યાં એક દેહેરૂં હતુ તેમાં શ્રીજીન રૂષભદેવની પ્રતિમા હતી અને બીજીદાયમાં શંખની હતી. તેની પુજા અરચા કઈ દીવસ થતી નહોતી, એમ કરતાં કરતાં શેઠની ઉમરને કેટલોક ભાગ વહી ગયો. એક દિવસને સમયે મધ્યરાત્રીમાં રત્ન શ્રાવક