________________
આવતું નથી અને એટલા માટે તેને માણસ મોકલીને તેડાવ્યું અને કહ્યું કે કેમ બે દહાડા સુધી ન આવી શકાયું. ત્યારે તેણે કહ્યું કે મહારાજ તમારા જેવા ઉત્તમ પુરૂષે જયારે વચન ભંગ થાય ત્યારે અમારાં મન ઠેકાણે કેમ રહે. ગુરૂએ કહ્યું કે ખરે જે ઉત્તમના વચન સુર્ય પુર્વમાંથી પશ્ચિમમાં ઉગે અથવા પૃથ્વી ચલાયમાન થાય તે પણ ભંગ થતાં નથી. આથી અને કહ્યું કે ચાલ મહારાજ તમને બતાવું તો ગુરૂ કહે કે ચાલે ત્યારે જઈએ. ત્યાંથી બે જણ ઉઠયા તે પેલા વડ નીચે ગયા અને ત્યાં જઈને અને તે વડના પાંદડાં દેખાડીને કહ્યું કે આ કેની વિદ્યા છે ત્યારે ગુરૂ બે
લ્યા કે વિદ્યા તો મારી છે પણ મેં તારા વગર બીજા કોઈને આપી નથી એમ વાતચીત કરે છે તેવામાં પેલે હરીલેણ ભીલ તે ઠેકાણા ઉપર આવી ચડે. દોડીને પગે પડયો ત્યારે તેને અને કહ્યું કે આ કામ કોણે કર્યું છે ત્યારે ભીલ કહે કે મેં કર્યું છે. વળી અને કહ્યું કે તારે ગુરૂ કોણ છે ત્યારે તે કહે કે મારે ગુરૂ તે દ્રોણાચાર્ય છે. અર્જુને ગુરૂ મહારાજ સામું જોયું અને ગુરૂએ ભીલને કહ્યું કે અરે! તે દ્રોણાચાર્ય કયાં છે. આથી ભીલે કહ્યું કે ચાલે પધારો આપને બતાવું છું અને પેલી મુર્તિ પાસે લઈ જઈને બે કે આ મારે ગુરૂજી બેઠા છે તે તમે જુઓ. એ જોઈને દ્રોણાચાર્ય