________________
રાખતા નથી, પણ તું ઘણીજ આજીજી કરે છે તે ભલે મુકી જા. સુમિત્ર સાતે રત્ન તે પુરોહીત પાસે મુકીને વહાણે ચડયે અને વહાણ ત્યાંથી હંકાર્યું. તે થોડા દીવસમાં સહીસલામત સુવર્ણ દ્વીપનામના ટાપુમાં પહોચ્યું. સુમિત્ર તે નવા ટાપુમાં રોજગાર ચાલુ કર્યો જેમાં શ્રીજીને ભગવાનની કૃપાથી તે સારી પિઠે કમાયે. જયારે વ્યાપાર કરતાં બે ત્રણ વરસ થઈ ગયાં અને પિતાની પાસે સારી રીતે દ્રવ્ય એકઠું થયું ત્યારે તેણે પિતાના ઘરભણી આવવાને નિશ્ચય કર્યો. તરેહતરેહવાર જાતને માલ ખરીદી એક મોટા વહાણમાં ભરી અવેજને દાબડો સાથે લઈ તે ઘેર આવવાને તૈયાર રાખેલા વહાણ ઉપર ચડે. રસ્તે ચાલતાં મધ્ય સમુદ્રમાં મોટું તોફાન થવાથી વહાણ ભાંગી ગયું. સુમિત્ર શેઠને હાથ આ વખતે ભાગ્ય–નસીબે એક પાટીઉં આવી ચડવાથી તે કેટલેક દીવસે શ્રી બેણાતટ નગરીને કીનારે આવે. પુરોહીને જેવો સુમીત્રને લાંબેથી આવતાં દીઠે તે જ વખતે એક પ્રકારની અક્કલની યુકિત ઉપજાવીને પિતાની પાસે ના બીજા શાહુકારોને કહેવા લાગ્યું કે, આજે મને એક ભયંકર રવન્ય આવ્યું કે જેમાં કોઈ એક શખસ મને આવીને ગલે પડે છે એવું દીઠું. એમ વાત કરે છે તેવામાં સુમિત્રે આવીને કહ્યું મહારાજ મને ઓળ