________________
૧૯૨
પામી છે તેનું જાણુપણું પણ સમજયા, તે વખત પંડીતે રાજાનું મન કાંઈક ઝાખું થયેલું જેઈને પુત્રી પાસે સાત પાન મંગાવ્યાં તે લઈને રાજાના મોં આગળ મુક્યાં. એક સુય પણ રાજાના હાથમાં આપીને કહ્યું કે, જીવરાજ, હું કહું ત્યારે સુય પાનમાં ચાંપજે. તે વેળા આવી ત્યારે રાજાએ સુય પાનમાં ચાંપી ત્યારે ત્રણ પાન સોનાના થયાં અને બીજાં પાન તે પાન જ રહ્યાં. ત્યારે પંડીત કહેવા લાગ્યો કે જીરાજ, આ પુત્રીને વર તોરણ આવ્યું તે વખતે દેહ સારૂ કાંઈ રોકાણ થયું એટલામાં લગન વહી ગયાં. પછી જવાના મુખી જગમાં પર તેથી આમ થવા પામ્યું એવી વાત સાંભળી રાજાનું મન પ્રસન્ન થયું. પછી રાજાએ પોતાના કુંવરની બાબત પુછી ત્યારે તે પંડીત કહ્યું કે હું તમને અત્યારે એક ચીઠ્ઠી લખી આપું છું તેમાં જે કાંઈ લખેલું હોય તે તમે જયારે આજથી છ મહીના અને છ દહાડા જાય ત્યારે વાંચજો. ત્યાર પહેલું ઉખેડે તો તમને ચાર હત્યાનું પાપ છે અને કુંવરને પણ કરાર થશે છ માસ માટે હાલતે તમે ઘેર જ જાઓ. આવું સાંભળીને પાછા ઘેર આવે.' એક દીવસને વખતે રાજાને પુત્ર પીડાથી બહુજ અકળા અને આપઘાત કરવાની ઇચ્છા થઈ પણ રાજએ ચેકીએ એવી તે મુકી રાખી હતી કે વાંકું પણ