________________
૧૮૧
ભાગ્યમાં લખ્યું હોય તે જ પ્રાપ્ત થાય તે
વીશે કથા. પદમપુર નગરને વીશે પદમરથ રાજા હતો અને તેને કામલતા નામે સ્ત્રી હતી તેને કમળસેન નામે પુત્ર હતો. તે જન્મ કુષ્ટી હતા. તેને માટે ઘણા ઘણા ઉપાય કીધા પણ કઈ રીતે કઈ રીતે ફેર પડે નહીં તે રાજપુત્ર એવી રીતે મોટે થતો ચાલે તેવામાં એક વખત રાજા સભામાં બેઠા બેઠા વાત કહેતા હતા કે–એ કોઈ જેસીદેવ પૃથ્વી ઉપર છે કે આ કુંવરના રોગને અનુગ્રહ પુછીએ. તે વખતે પ્રધાન બો૯યો કે જીરાજ, શંખપુર નગરમાં એક ગ્ય પંડીત રહે છે તે સઘળી વસ્તુને જાણ પુરૂષ છે. જો આપની મરજી હોય તે કુંવરને તેડીને આપણે તેની પાસે જઈએ. એ સાંભળીને રાજા કહે કે ઠીક છે તેમ કરીએ. સારા દીવસે કુંવરને તેડીને રાજા રાણી નીકળ્યાં અને શંખપુરમાં આવી પહોંચ્યા. તે પંડીતે રાજા રાણીને સારો આદરસત્કાર દીધે અને ઘેર લાવ્યા. એ પંડિતને ત્યાં રાજા બેઠા હતા એટલામાં બહારથી એ પંડીતની પુત્રી પાણી ભરીને આવી તે જોઇને રાજાએ પૂછયું કે પંડીતજી આ વિધવા કોણ છે? ત્યારે પંહત કહે એ મારી પુત્રી છે તે સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે જેને ઘેર આવડી પુત્રી રંડાપ