________________
Lo
ઢારને બાંધતા છોડતા, ચારાપુળા નાખતા, એક સમયે અષાડ માસ હતા તેવામાં દેવપાળ ધણુ લઇને વનમાં જવા નીકળ્યા હતા અને મધ્યાન થવા આન્યા એટલામાં તે વનમાં એક તળાવ હતું તે તળાવ ઉપર ઢારને ચરાવીને તળાવમાં પાણી પાવા લઈ ગયા. ત્યાં ઢાર પાણી પીને એક ઠેકાણે ઉભાં છે તથા પોતે પણ એક કારે બેઠા છે. તેવામાં એક કેરડાના ઝાડ પાસે એક મસ્તક દીઠું તેથી મનમાં વિચાર્યું કે એ શુ હશે ! એમ અચરજ પામીને પાસે ગયા. હાથે કરીને રજ દુર કરીને જોયું તેા શ્રી પાર્શ્વનાથજીની પ્રતીમા અખંડપણે જોઈ અને ધણેાજ આનંદ પામ્યા અને પરચાર કરીનેત્યાં તે મુર્તને પધરાવી તથા એવા મનને નિશ્ચય કીધો કે એ મુર્તિની મારે રાજ પુજા કરવી તે પછી અન્નાજ પાણી લેવું. ઢાર લઇ ધેર આગ્ન્યા અને વળી બીજે દીવસે જીનદાસની સ્ત્રીએ પ્રભાતને વખતે કહ્યું કે હે દેવપાળ તું શીરાવીને ઢાર ચારવા જાજે, આ ઉપરથી દેવપાળે કહ્યુ કે હું શીરાવીશ નહીં. મારા પેટમાં દુ:ખે છે તે માટે ચેપલાં બાંધી આપે; તેથી બાઇએ થેપલાં બાંધી આ પ્યાં. તે લઇ દ્વાર હાંકીને તેજ તળાવે આન્યા. ત્યાં આવીને દેવની પુજા કરી ફળકુલ ચડાવીને ધ્યાન કર્યું એ પ્રમાણે દીન પ્રત્યે કરે, એમ કરતાં કરતાં માસ