SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ રસાયને કદી A અમરેલીઓ કરી છે. જિનશાસન આકાશે તેજસ્વી તારક સવિનય બહુમાન સહ અત્યંત ભારે દુઃખ સાથે જણાવવાનું કે પ. પૂ. બાલ-બ્રહ્મચારી “સૌરાષ્ટ્ર કેસરી” પ્રખર વ્યાખ્યાન પ્રદાતા, સરળ સ્વભાવી, તેજસ્વી તારું સમ રમારિત શ્રુતકેવળીસમ શ્રીમદ વિજયભુવનરત્નસૂરિજી મ. સા.ના અકાળ અણચિંતવ્યો આઘાતજનક દેહાવસાન થયાના અતિ દુઃખદ સમાચાર જાણું અમરેલી શહેરના પરિચિત લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ ગઈ. જિનશાસનના અકાશે ચમકેલા પ્રથમ કક્ષાના તેજસ્વી તારકને અરત થાય અને અધિકારની અસર વ્યાપ્ત બને તેવી સ્થિતિ પ્રવર્તે છે. જૈન સમુદાય તેમજ સમગ્ર જનસમુદાયને કદી ય ન પૂરી શકાય તેવી ભારે મોટી ખોટ પડી છે. અમરેલીએ પૂજ્યશ્રીના સાંનિધ્યને અનેક વખત લાભ અનુભવ્ય છે. ચાલીસેક વર્ષ પહેલા સૌરાષ્ટ્ર પ્રવેશના બીજે જ વર્ષે અત્રે ચાતુર્માસ કર્યું. એક સૌ પ્રથમ છરી પાલિત સંધ અમરેલીથી સિદ્ધગિરિપાલિતાણાને પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળે. અને સૌથી છેલ્લા બે એવા છરી પાલિત સંધે અમરેલીથી સિદ્ધિગિરિ અને અમરેલીથી રૈવતગિરિ જૂનાગઢ ૨૫માં અને ૨૬માં અંતિમ સંઘે નીકળ્યા. અમે સૌ અમરેલીને જૈન-જૈનેતર ભાઈ-બહેને, આબાલવૃદ્ધ, સી તેમની અદ્ભુત વ્યાખ્યાન શિલીથી પ્રભાવિત થયેલા. તેમની અખલિત જ્ઞાન-ગગોતરીના પ્રવાહમાંથી આ સંસાર અને સમાજને જ્ઞાન અને કર્મ દ્વારા અંત પછી મોક્ષમાર્ગને મેળવી શકાય તેવી જાણકારી મળી. અધ્યાત્મકલ્પમ–જૈન ઉપનિષદૂના જ્ઞાનરસનાં પીયૂષ પાનાર આચાર્ય ભગવંતને અમારા ઉપર ઘણે ભેટે ઉપકાર છે. સદકાર્યના સહકારી એવા પૂજ્યશ્રીએ છેલ્લા પાંચેક વર્ષમાં ઘણે મોટો સહગ આપે. અમારી ગૌશાળા-પાંજરાપોળની સ્વયં મુલાકાત આપી પ્રેરણા ને સહકાર આપ્યો. આમ અબેલ પ્રાણુઓની સેવામાં અલ્પ સત્કર્મ તમારા હાથે ન થાય તે તે દિવસ વાંઝિયા સમાન છે. ૭૫
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy