________________
પ્રવચન પ્રભાવક સૌરાષ્ટ્ર કેસરી પ. પૂ. સ્વ. આચાર્યદેવશ્રી વિજય ભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. ના નિર્મલ કીર્તિ ગાથાનું એક ભવ્ય પ્રતિક્ર.
શ્રી આદિશ્વર જૈન દેરાસર મુક્તિધામ, થલતેજ, ભવ્ય પ્રતિક “મુક્તિધામ-કર્તાને હાર્દિક
ભાવાંજલિ... ઓ!!! અનન્ય ઉપકારી ગુરુદેવ! આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અધ્યાત્મલેખન, નિસ્પૃહતા, સરળતા, વકૃતત્વ શક્તિ, આ તો માત્ર આપના પ્રત્યક્ષ દર્શન પ્રભાવે તરી આવતા મુખ્ય ગુણાનું દર્શન!!! અમ અલ્પશા ભવિઝ સામે પ્રકટ થવાં ભવ્ય વિભૂત વ્યકિતત્વમાં અનેક ગુણોને સુંદર સમન્વય સામંજસ્ય હશે જ ને? કેટ કેટલા ગુણે!!! અમે શું ગુણવર્ણન કરી શકીએ ?
પરમ પૂજ્ય આપશ્રી આપના ગુણનિધિ દર્શનનો અપૂર્વ પ્રતાપ! આપના શાસનપ્રભાવનાના કાર્યોની યશગાથા ચોમેર પ્રસરી રહી છે. આપની હાર્દિક પ્રેરણા પ્રકાશે નવનિર્મિત થઈ રહ્યા–“મુક્તિધામ”
જૈન વિદ્યાપીઠ” “ધર્મશાળા, “ભેજનાલય” તેમ જ આપશ્રીના પુનિત હસ્ત, પુનિત સ્થળે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા બનેલ. આજ સમસ્ત જૈન સમાજ સામે શ્રી આદિશ્વર ભગવાન તેમજ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત આદિ જિનબિંબથી સુશોભિત ગગનચુંબી ભવ્ય જિનાલય આપના અવિસ્મરણીય કાર્યની સાખ પૂરી રહ્યું છે. કહેવાને કોઈ શબ્દો નથી. ગુરુદેવ! આપના અનંત ઉપકારોના અમે સદી ઋણું.
ખબર ન હતી, કષ્નાયે નહી કે આપ “મુકિતધામની સ્થાપના કરી ત્યાં જ અમારાથી–સ્વયંના દેહથી પણ મુક્ત બનશે? સત્યથાર્થ છે જ્યાં મહાપુરુષોને જન્મ એ ભૂમિ પવિત્ર ને મૃત્યુ સમાધિ સાથે એ ભૂમિ પણ દિવ્ય વ્યક્તિસહ પવિત્ર. એ ભૂમિ જ પવિત્રતાની શાખા પૂરવાની જ! અરે, ઓ! સુરિદેવ!! સુકિતધામની ધરતીના અણુને પરમાણુઓ આપના પાર્થિવ દેહના પાવન સ્પશે પવિત્ર બની ચુક્યા.
જે ક્ષણને જાણે, નિષ્ફળ ન જવા દે તે જ સાચા પંડિત,