________________
=
. ક, છૂnce દૌરાષ્ટ્ર શાહી : fuહૌws
S
ન'' આમ
જીવન-કવનનું પ્રકાશન ઉપયોગી હોય પૂ. શ્રી સૌરાષ્ટ્ર કેસરી સ્મૃતિ વિશેષાક રૂપે પ્રકાશન કરવાનો નિર્ણય કરેલ છે.
આ વિશેષાંકમાં પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રીના વિશેષાંક માટે તેમના શિષ્ય ગણીવર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે આ વિશેષાંકના પ્રકાશનની જવાબદારી અને સેપીને અમારામાં જે વિશ્વાસ વ્યક્ત કરેલ છે તેને સમયસર પૂરે કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.
પરમપૂજ્ય આચાર્યદેવટ્ટી સુંવરનસૂરીશ્વરજી મહારાજ સાહેબ જૈન શાસનના આચાર્યપદ જેવા સર્વોચ્ચ અને સમુદાયના નાયકપદના અધિકારી બનીને એ પદવી શોભા અને ગૌરવ વધારી ગયા. એ તેમને શતદળ કમળની જેમ વિકસેલા સમુજજવળ, અમે યશનામી જીવનનું માત્ર એક પાસું જ કહી શકાય. એમની અનેક પ્રવૃત્તિઓ અને અનેક સફળતાઓથી સભર એમનું જીવન અને કાર્ય હતું. એમ કહી શકાય કે જૈન સંઘના શ્રમના આદર્શ હિન્દુ સંસ્કૃતિનાં કલ્યાણકારી શ્રેિષ્ઠ તો એમના જીવનમાં પ્રગટ થયાં હતા અને તેથી તેઓશ્રી ભારતભરના સમગ્ર જૈન સંઘના આદરપાત્ર ને પૂજનીય બની રહેલ,
તેઓશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જનધર્મની ખાસ કરીને તત્વવિદ્યા-અને ધર્મચિંતનની સમજુતી એવા વ્યાપક રૂપમાં મર્મસ્પશી આપતા કે જેથી જેને ધર્મ અને સંસ્કૃતિની શાન વધી જતી. અને આવી હૃદયગ્રાહી સમજૂતી સરળતાભરી રીતે આપનાર એ સૌરાષ્ટ્ર કેસરી જૈન-જૈનેત્તર સર્વને માટે આદરણય બની જતા.
જૈન ધર્મની કે બીજા કેઈ ધમની ફિલસુફની વાત કરતી વખતે તેમજ એની સમજૂતી આપતી વખતે તેઓ સંકુચિતતા, વાડાબંધી કે પક્ષપાતીવૃત્તિથી સાવ અલિપ્ત રહી એવું વ્યાપક દૃષ્ટિબિન્દુ અપનાવી શકતા કે જેથી સૌને એમ જ લાગે કે આ ફિલસૂફ-જન શ્રમણ તે આપણા પિતાના મનની, આપણા પિતાના ભૂલોની અને આપણા પિતાના ધર્મની વાત કરે છે.
સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી જ્યારે પણ કોઈ વાતની રજૂઆત કરતા ત્યારે એમાં સંકુચિત ધર્મદષ્ટિના નહીં પણું વ્યાપક દષ્ટિનાં જ દર્શન થતાં. આવા મહાન પુરુષ ભારતમાં જૈન શાસનમાં જમ્યાં અને