________________
તીર્થોની યાત્રા ચતુર્વિધ સંઘ સાથે કરવાની ભાવના સેવતા તેથી જ તેઓ સંઘવાળા મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
શ્રી આચારાંગ સૂત્રના પ્રશેષ સવરૂપ–“સ સંગ મહાસવાની વાત આચાર્ય ભગવંતને આત્મરસ હોવાથી તેઓ લોકસંગની માત્રા વિશેષ ઘટાડીને સ્વદ્રવ્યગુણ પર્યાયની ચર્ચામાં જ પિતાને વિશેષ સમય વિતાવતા પૂજ્યશ્રીની સ્વભાવમગ્નતા, જ્ઞાનમગ્નતા તે પ્રસિદ્ધ હતી જ. દિવસમાં જ્યારથી થોડું અજવાળું થાય ત્યારથી સાંજના સંપૂર્ણ અંધકાર સુધી પૂજ્યશ્રીનું મુખ નિરંતરવાંચનમનન નિહિધ્યાસનમાં જ મગ્ન રહેતું.
સૌરાષ્ટ્ર કેસરી” પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીને “પ્રશમરતિ ગ્રંથ અતિપ્રિય હતું જેને પંદર દિવસમાં એકવાર સંપૂર્ણ સ્વાધ્યાયને પૂજ્યશ્રીને નિયમ હતું. તેમાં પણ છેલ્લા ચાતુર્માસમાં મેં અનુભવ્યું કે દરરોજ બપોરે પૂજ્યશ્રી “પ્રશમત્તિ જ હાથમાં રાખતા.
તેજસ્વી પુણ્યપુરુષ–ગુણસાગર જેના ગુણને પાર નથી. આ અતિ નાનકડે લેખ પણ તેમની કૃપાથી લખાયો-લખી શકાયો. હૃદયપૂર્વકની • શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દીનભાવથી એ જ માંગણી છે કે, “તમારા ગુણની યતિક્રિચિત પ્રાપ્તિ અમને પણ થાઓ તદ્દગુણ લબ્ધયે!! નાગજી ભુદરની પાળ, અમદાવાદ - મુનિરાજ રાજ્યશવિજય
સદાવાદ
પઠની ભુખ કરતા ધનની ભુખ ભયકર છે.