________________
ગચ્છના અધિપતિ સમુદાયને અટુલે
મૂકી ચિરકાળની વાટે
જ્ઞાન વિજ્ઞાનના વિશાળ રત્નાકર, સૌમ્યતાની પાવનભૂતિ, , સ્વાધ્યાય રોચક, પુણ્યભૂતિ, વાત્સલ્યવારિધિ, ગચ્છના અધિપતિ પ. પૂ. આચાર્યશ્રી વિજયભુવનરનસૂરિજી મ.સા. આજની દુનિયામાંથી વિદાય લઈ કઈ નવીન જ દુનિયામાં તેઓશ્રીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આજ સંપૂર્ણ જૈન સમુદાયને અટલે મૂકી ચિરકાળની વાટે ચાલી નિકળ્યા.
તેઓશ્રીએ કેઈની ઉપર મોહને પડછાયો પણ ન રાખ્યો હતે. ફક્ત આત્મધ્યાનમાં આસક્તિ સિવાય જેઓની અન્યમાં રૂચિ ન હતી. પુગલ પરમાણુઓમાં જાણે આત્મસાત જેઠા હોય તેવા પ્રકારના તેઓના વર્તન તેમજ સર્વને આ જ હિતશિક્ષા આપતા નીચે લખેલ લોક જાણે એજ યથાર્થતા મૂર્તિમંત કરે છે.
“ગરનાન ઘર છે , રાત્રિવિજ્ઞાન પર હિ વિરમ્
રાત્રિચામાન પાહિ રામ, બિચારા ન હિ : | અર્થાત્ તેઓશ્રી દરેકને સુંદર રીતે સમજાવતા કંઈક આત્માઓ શિવિરતિ તેમજ સર્વવિરતિના માર્ગે આવવા તત્પર બનતાં. તેટલું જ નહિ.
શ્રાવકના કર્તવ્યમાં તીર્થયાત્રાને મહિમાં ખૂબ જ છણાવટથી સમજાવતાં કે જાણે પોતે જ તીર્થરૂપ બની અન્યને તીર્થમય બનાવી દેતા, તીર્થસંઘે કઢાવતાં.
તેઓશ્રીનાં જવાથી સમસ્તસંધાને ખૂબ જ મોટી ખોટ પડી છે. તેઓની વિરહ વેદના અમારા જેવાને આકુળ-ન્યાકુળ બનાવી દે છે. અમારા અંતરની એ જ શુભેચ્છા છે કે તેઓશ્રીને આત્મા જ્યાં હેય ત્યાંથી શાસનતા કાર્યોમાં સહાયભૂત કરનાર થાય. અમારા અંતરપટને નિર્મળ, સ્વચ્છ બનાવવામાં શુદ્ધ ચારિત્રમય જીવન વિતાવવામાં સહાયભૂત બને. મેહની અટપટી વાંકી ચૂકી ગતિમાંથી છોડાવનાર બને. ગિરિવિહાર, પાલીતાણું
- સ્વયંપ્રભસૂરિ
નિજણમાં રમણતા કરનાર જીવ-ત્રણ વનને બાદશાહ