________________
ર નજરે પડે છે. તેમાં જડીબુટ્ટીઓ પણ છુપાયેલી છે. જાણકારને મન તે આ જવાહિરને ઉત્તમ ખજાને છે.
અહીં બે ધર્મશાળાઓ છે. એક પંચાયતી અને બીજી મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર ધનપતિસિંહજીએ બંધાવેલી. યાત્રિક રાત્રે મુકામ કરવા ચાહે તે કરી શકે છે. અહીં ઘણી વાર રાત્રે વાઘની ગર્જના સંભળાય છે અને તે નજીકનાં જલસ્થાને પાણી પીવા પણ આવે છે, એટલે ધર્મશાળા બહાર ખુલ્લામાં સૂવું ચોગ્ય નથી.
પાસે પાણીના બે કુંડ અને એક બગીચે આવેલું છે. આ બગીચામાં, ગુલાબ, ચમેલી વગેરે ફેલે હમેશાં ઉતરે છે અને દેવપૂજામાં ચડાવવામાં આવે છે. અહીંની તમામ વ્યવસ્થા વેતામ્બરને આધીન છે. દિગમ્બર યાત્રાળુઓ પ્રાયઃ અહીં આવતા નથી.
ઉપરનાં સ્થાનની યાત્રા કરીને અહીં દશ-અગિયાર વાગ્યા સુધીમાં આવી જવાય છે. ત્યારપછી સેવા-પૂજાનું કાર્ય શાંત ચિત્તે અને ભાવના ઉલ્લાસ પૂર્વક કરવું ઘટે છે. ત્યાર પછી નાસ્તા વગેરે કરી ડી નિવૃત્તિ લઈ લગભગ ત્રણના સુમારે બાકીનાં સ્થાની - યાત્રા કરવાનું અનુકૂળ રહે છે. ૨૦ શુભગણધરની ટ્રક
ટેકરી પર ખુલે ચૂના-ચકીને ચરે છે. તેના પર પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધરની શ્યામ ચરણપાદુકા હતી. પરંતુ પછી તે જલમંદિરમાં લાવવામાં આવી અને હાલમાં પ્રતિષ્ઠા સમયે જલમંદિર સન્મુખ નવી ટૂંક અંધાવી તેમાં પધરાવેલ છે. જલમંદિરની ઉત્તર તરફ ટેકરી પર જવાનો રસ્તો રહ્યો નથી, કારણ કે હાલ ત્યાં જંગલ થઈ ગયું છે. ૨૧ શ્રી ધર્મનાથ ભગવાનની ટૂંક
, વિશાળ ચારા ઉપર આરસની નાની દહેરીમાં પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાનની ચરણપાદુકા છે. તેના પર લખ્યું છે કે સં. ૧૯૧૨ માં આને જીર્ણોદ્ધાર બે વખત થયેલ છે અને ત્રીજો ઉદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ નરસિંહ કેશવજીએ કરાવેલ છે. પ્રતિષ્ઠા વિજયગચ્છીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે. ૨૨ શ્રી વરિષણ શાશ્વતજિનની કે
અહી અપૂર્ણ શિખર બંધી દહેરાસર છે. તેમાં ચરણપાદુકાનાં દર્શન છે. દહેરીને મઠ૫ ૩૦ x ૨૦ ફૂટને છે. સામે સીમેન્ટ કન્કીટને કઠેડે છે. આ તથા નીચેનું સ્થાન સં. ૧૯૨૫ પછી બંધાયેલું છે અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૪૨ પછી તરત જ થયેલી છે.