________________
૨૨૪
૧૦ શ્રી પદ્મપ્રભ સ્વામીની ટૂંક
અહીં વિશાળ ચારા ઉપર આરસની દહેરીમાં છઠ્ઠા તીર્થકર શ્રી પદ્ધપ્રભ સ્વામીની શ્યામ પાદુકા છે. તેની પ્રતિષ્ઠા ૧૯૪૯ માં તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજ્યરાજસૂરિએ કરાવ્યાને લેખ છે. તેને જીર્ણોદ્ધાર બે વખત થયેલ છે આ ટૂકની ઉત્તર તરફ ખીણ છે. આસપાસ ખાસ જગા નથી. ૧૧ શ્રી સુનિસુવ્રત સ્વામીની ટૂંક
અહીં ચૂના-ચક્કીના ચોરા ઉપર એક નાની દહેરીમાં વિશમા તીર્થંકર શ્રી સુનિસુવન સ્વામીની શ્યામ પાદુકા છે. તેની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર દ્વારા થયેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે કરાવેલ છે અને પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
અહીં નજીકમાં શ્રી જિનકુશલ દાદાનાં પગલાં છે. ૧૨ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની ટૂંક
આ ટૂંક ઊચી ટેકરી પર આવેલી છે. તેને ચઢાવ કઠિન છે. ઉપર ચડતાં એમ લાગે છે કે જાણે ગગનમાં વિચારી રહ્યા છીએ. અહીંથી ગિરિરાજની તમામ રેનક નજરે પડે છે. ચૂના-ચકીને એક વિશાળ રેરા પર તદ્દન ખુલ્લામાં આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીની શ્યામ પાદુકા છે. આ પાદુકાની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવી હતી. ત્યાર પછી બે ત્રણ વાર જીર્ણોદ્ધાર થયેલો છે. સં. ૧૮૯૪ માં ખરતરગચ્છીય ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવેલી છે.
અહીં એક મોટી ગુફા આવેલી છે, તે ગિરિરાજ પરની બધી ગુફાઓમાં શ્રેષ્ઠ છે અને ધ્યાન ધરવા માટે ઘણું અનુકૂળ છે.
આ ટૂંક ઉપર પાછલી બે જુથી સીધા ઉપર ચડવા માગે છે, પણ હાલ તેને ઉપગ થતો નથી. જળમંદિરથી આ ટૂંકનું અંતર લગભગ ૨ માઈલનું છે ૧૩ શ્રી આદીશ્વર ભગવાનની કે
ટેકરી ઉપર ૧૦ ફૂટ ઊંચા ગોળ ચેરા ઉપર ખુલ્લા આકાશમાં પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની ચરણપાદુકા છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૪૯ માં રાયબહાદુર ધનપતિસિંહજીએ કરાવ્યાને લેખ છે. એની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી વિજયરાજસૂરિજીએ કરાવેલી છે.
શ્રી આદીશ્વર ભગવાનનું નિર્વાણ તે પ્રથમ જણાવી ગયા મુજબ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ પર થયેલું છે, પરંતુ અહીં પણ તેની યાત્રાને સહુને લાભ મળે તે માટે આ ચરણપાદુકા સ્થાપવામાં આવેલી છે.