________________
વર
તિમ સહુ તીરથમાં સિરે રે લાલ, તીરથ સમેત ગિરિદ રે; ભેટે એ તીરથ ભાવયું રે લાલ, જિમ પામો વિ સુખકંદરે.
[૮]
દશનીય સ્થાને મહા મહિમાશાળી આ ક્ષેત્રમાં હાલ ૩૧ સ્થાનની યાત્રા છે. તેમાંનાં ૩૦ સ્થાનમાં તે માત્ર ચરણ પાદુકાઓ જ છે, જ્યારે એક સ્થાનમાં મનોહર મૂર્તિઓવાળું સુંદર મદિર છે.
અહીં મંદિરે આટલાં ઓછાં કેમ? આ ગિરિરાજને મહિમા જતાં તે અહીં ભવ્ય મંદિરોની હારમાળા રચાવી જોઈએ. આ પ્રશ્ન કેઈ પણ ભાવુક હૃદયને ઉઠ સહજ છે. તેને ઉત્તર એ છે કે “અહીં પ્રકૃતિ ઘણી વાર પ્રચંડ બને છે અને વરસાદ, વાયુ તથા વીજળીનાં ભારે તોફાને એકલે છે, એટલે અહીં વિશેષ મદિર નહિ બાંધવાનો અનુભવી શિલ્પીઓને અભિપ્રાય હશે અને તેથી જ અહીં વિશેષ મંદિરે નહિ બંધાયાં હોય. હજી થોડા વર્ષો પહેલાં જ અહીં દહેરી-છત્રીઓ વગેરેનું જે બાંધકામ થયું, તેવી આજની હાલત જેવાથી આ વસ્તુની વધારે પ્રતીતિ થાય તેમ છે.
આ કારણથી અહીં માત્ર સ્તૂપ જ બંધાયાં અને તેનાં પર ચરણપાદુકાઓની સ્થાપના કરવામાં આવી. વૃન્દાવૃત્તિમાં “કિનારતનમહોદ એ પાઠ આવે છે, એટલે અહીં જિનમંદિર જરૂર હશે, પણ વિશેષ નહિ હોય એ નિશ્ચિત છે. જે અહી વિશેષ મંદિરે હોત તે તીર્થમાળા વગેરેમાં તેનું વિસ્તારથી વર્ણન હેત કે છેવટે નેધ હેત. બીજી બાજુ કવિ હસમજી સ્પષ્ટ કહે છે કેવિસ શૂભ પ્રતે કંઈ વંદુ પાળરાસિક નિકંદ
છે મેહનું માન તું જ્ય જય છે. એટલે પ્રથમ અહીં વિશ સ્તૂપોની જ યાત્રા હશે. વળી કવિ ઋષભદાસ “સમેતશિખર તીરથ વડું, જ્યાં વિશે જિન પાયએ શબ્દોથી અહીં વીશ જિનવાની ચરણ પાદુકાઓ હેવાનું સૂચન કરે છે, એટલે સ્તૂપનાં સ્થાને ચરણપાદુકાઓની સ્થાપના થઈ હશે.” અન્ય તીર્થવર્ણનમાં પણ આ જાતની નોંધ છે.
જગશેઠ ખુશાલચંદના સમયમાં અને ત્યાર પછી આમાંની કેટલીક ચરણપાદુકાઓ પર દહેરી–દહેરાં થયેલી છે, તે કેટલીક ચરણપાદુકાઓ હજી સુધી ગગનમંડળ નીચે બિલકુલ ખુલ્લી હવામાં રહેલી છે * * આ અને હવે પછીના વર્ણનમાં કરવામાં આવી સ્થિતિ પૂ. સાધ્વી થી જનથી છ મહારાજે આ તીર્થને છેલ્લે ઉદ્ધાર કરાવ્યો, તે પહેલાંની સમજવી.