________________
ર
એટલે સં. ૧૯૩૫ માં આ સ્થાનને ગરિરાજની તળેટી તરીકે પૂરી પ્રતિષ્ઠા મળી ચૂકી હતી એ નિશ્ચિત છે. પણ તે એકાએક તે નહિ જ બન્યું હોય, તેને કેટલેક સમય જરૂર લાગ્યું હશે. સં. ૧૮૨૫ માં અહીં મંદિરની પ્રતિષ્ઠા થયાનું વર્ણન ઉક્ત રાસમાં આવે છે અને સં. ૧૮૦૯ માં બાદશાહ અહમદે પ્રથમ જગત શેઠ મહતાબરાયને મધુવન, કેઠી, જયપાઉનાળું વગેરે ભેટ આપ્યાનો ઉલ્લેખ છે. એટલે સં. ૧૮૦૯ માં પણ આ સ્થાનની તળેટી તરીકે પ્રતિષ્ઠા જામવા માંડી હશે અને ત્યાં તીર્થની રક્ષા તથા યાત્રાળુઓની સગવડ માટે કોઠી સ્થપાઈ ગઈ હશે. તેથી અઢારમી સદીના અંતભાગે આ સ્થાનને વિકાસ શરૂ થયો, એવું અનુમાન કરીએ તો અનુચિત નહિ ગણાય.
પ્રથમ પાલગંજ આવીને જ શિખરજીની યાત્રા થાય એ સંસ્કાર લાંબા વખતથી જૈન સમાજમાં દઢ થયેલો હતો, તેથી યાત્રિકે પાલગંજ થઈને મધુવન આવતા અને એ વખતે મોટા ઉત્સવપૂર્વક શ્રી શામળિયાજી પાર્શ્વનાથની મૂર્તિ સાથે લાવતા. પછી તેની મધુવનનાં મંદિરમાં સ્થાપના કરીને વિશેષ મહત્સવ કરતા, પરંતુ સમયનાં વહેણ સાથે પાલગંજ થઈને મધુવન આવવાનું ઓછું થતું ગયું. અને ગિરડીમાં રેલ્વે સ્ટેશન થયા પછી, તેમજ ત્યાંથી મધુવન પહોંચવાની સીધી સડક બંધાયા પછી તો પાલગંજ છેક જ વિસરાઈ ગયું. આજની પ્રજાને તે પાલગજ કયાં આવ્યું ? કે એક કાળે તેની કેટલી મહત્તા હતી? તેની પણ ખબર નથી !
મધુવનમાં કિલ્લેબંધ આલીશાન જૈન શ્વેતામ્બર કેઠી છે. તેમાં મુનીમ, ગુમાસ્તા, નોકરચાકર, ચપરાશી, ઘંટા-ઘડિયાળ, નેબતખાના બધે ઠાઠ રાજશાહી છે. આ કેઠીમાં વિશાળ ધર્મશાળા છે. વધારે સ્પષ્ટ કહીએ તે ધર્મશાળાઓને એક સમૂહ છે. તેમાંની એક ધર્મશાળા અમદાવાદવાળા હરકેર શેઠાણીએ બંધાવેલી છે, બીજી ધર્મશાળા મુર્શિદાબાદવાળા રાયબહાદુર લમીપતિસિંહજીએ બંધાવેલી છે અને બીજી નાની નાની જુદા જુદા ગૃહસ્થની સખાવતથી બંધાવાયેલી છે. સેંકડે યાત્રાળુઓ એક સાથે ઉતરી શકે એમ છે. વાસણ-ગોદડાં વગેરે જે જોઈએ તે મળી શકે છે. - ધર્મશાળામાં આગળ જતાં આ તીર્થની પિઢી આવે છે. તેનો, આ ધર્મશાળા, એને, બાજુમાં આવેલાં મંદિરે તથા ગિરિરાજ પર આવેલા તમામ દર્શનીય સ્થા નેને વહીવટ અજીમગંજનિવાસી મહારાજા બહાદુરસિંહજી દૂધેડિયા કરે છે.
પાસે એક ઉમદા બગીચે છે. તેમાં તરેહ તરેહનાં સુગંધી પુપ થાય છે અને તે જ દેવપૂજનમાં વપરાય છે.
તેની નજીકમાં જ અગિયાર મંદિરને એક માટે સમૂહ છે, તે તીથષિરાજની એક ટ્રક હોય એવું લાગે છે. તેમાં મુખ્યતા શ્રી શામળિયાજી પાર્શ્વનાથ મંદિરની છે.