________________
૨૦૮
મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર બુધસિંહજીએ બનાવેલું છે. તેમાં નાગફણાવાળા શ્રી સુપાર્શ્વનાથ ભગવાન આરસની છત્રી નીચે બિરાજમાન છે પાસે બગીચે છે. તેમાં ગુલાબ, ચમેલી, જાઈ, જુઈ, ગુલકાવદી વગેરે તરેહ તરેહના પુષ્પો થાય છે અને તે રાજ પૂજામાં પ્રભુજીને ચડે છે.
સાધુ-સાવીઓ રાજગૃહી, પાવાપુરી વગેરે તીર્થોની યાત્રા કરીને નવાદા અને કેડારમાના માર્ગે અહીં પહોંચી શકે છે.
ગીરડી ગામ બહુ મોટું નથી, પણ ખાવા-પીવાની બધી વસ્તુઓ મળી શકે છે. નજીકમાં કેલસા અને અબરખની ખાણે હોવાથી ઉદ્યોગનું કેન્દ્ર છે. તેનું મુખ્ય નિશાન એ છે કે ગામની ચારે બાજુ રેલ્વેના પાટા પથરાયેલા છે અને સવાર-સાંજ ધૂમાડે ખૂબ રહે છે. પ્રથમના જમાનામાં ગામની આસપાસ બાગ, બગીચા, વૃક્ષઘટાઓ કે લીલાંછમ ખેતરો નજરે પડતાં અને તે દિલ તથા દિમાગને ખૂબ શાંતિ આપતાં. આજે જમાને ઉદ્યોગને છે, વધારે ઉત્પાદનને છે, એટલે આવાં દશ્ય નજરે પડે છે. અહીં એટલું જણાવવું ચોગ્ય થઈ પડશે કે અર્થોત્પાદનની ધૂનમાં આપણે ઘણું ગુમાવ્યું છે, ખાસ કરીને ચિત્તની શાંતિ ! એ તે ધર્મારાધનથી જ પ્રાપ્ત થઈ શકે અને ધર્મારાધનનું એક પ્રબળ અંગ તીર્થયાત્રા છે.
ગીરડીથી મધુવન અઢાર માઈલ દૂર છે. ત્યાં જવા માટે પાકી સડક છે. વાહનમાં ગાડાં, બસ, ટેકસી વગેરે મળે છે. આ આખાયે માર્ગ ખૂબ રળિયામણે છે, એટલે યાત્રાળુનું મન પ્રસન્ન થાય છે. અને હવે એક મહાન શાંતિદાયક સુંદર સ્થાન તરફ જઈ રહ્યા છીએ, તેનું ભાન કરાવે છે.
જીવાલિકા નદી ગીરડીથી દશ માઈલ દૂર વાકડ નામની એક સરિતા માર્ગમાં આવે છે. તેના પર પૂલ બધેલ છે. આ પુલની એક બાજુ નાની શ્વેતામ્બર જૈન ધર્મશાળા છે અને તેની પાછળ શ્રી વીર પરમાત્માનું નાનું મંદિર છે. બાજુમાં બરાકડ નામનું નાનું ગામડું છે, ત્યાંથી જોઈતી વસ્તુઓ મળી રહે છે. અહીં પૂજારી તથા માળી બધો વખત રહે છે. બધી વ્યવસ્થા મધુવન જૈન શ્વેતામ્બર કેઠી તરફથી રહે છે.
યાત્રિકે આ સરિતાને જુવાલિકા માનીને તેની ભાવપૂર્વક સ્પર્શના કરે છે અને વીર પરમાત્માની ચરણપાદુકાનાં દર્શન કરતાં એ ભવ્ય પ્રસંગને યાદ કરે છે કે જ્યારે તેમણે વજુવાલિકા નદીના તટ ઉપર શામા નામના ગૃહસ્થનાં ક્ષેત્રમાં કઈ ગુપ્તઅસ્પષ્ટ રહેલાં ચિત્યની નજીક, શાલ વૃક્ષની નીચે, છઠ્ઠની તપશ્ચર્યાપૂર્વક, ઉત્કટિકા સને, વૈશાખ સુદ ૧૦ દિવસે, તૃતીય પ્રહરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.