SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ રાજા ત્રિલોકચંદ્ર પિતાનું સૈન્ય લઈને મીરજા પાસે પહોંચ્યા. મીરજાએ એને સંઘપતિ પાસે લઈ જઈને કહ્યું: “આ મોટા વ્યાપારી છે. એમની પાસે હઝરત (દિલહીના બાદશાહ)ના હાથનું ફરમાન છે. એમને કઈ કઈ આપશે તે અમારે ગુનેગાર થશે.” રાજાએ કહ્યું: “કેઈ ચિંતા ન કરે. યાત્રા કરાવીને નવાદા પહોંચાડી દઈશ. એમને એક દમડીનું પણ નુકશાન નહિ થાય. જે નુકશાન થશે તે હું ભરપાઈ કરી દઈશ.” આ સાંભળીને સંઘપતિએ મીરજા તથા રાજને વસ્ત્રાલંકાર, ઘોડા, સેનૈયા, જહાંગીરી રૂપિયા તથા ઉત્તમ ખાદ્યાદિ પદાર્થોથી સંતુષ્ટ કર્યા. ત્યાંથી રાજાની સાથે સંઘપતિએ સંઘસહ પ્રયાણ કરીને પાંચ ઘાટી ઓળંગીને સકુશલ ગોમા નગર પહોંચ્યા. ત્યાંથી રાજાએ સુખપૂર્વક યાત્રા કરાવી. ' આ ઉપરથી તે વખતની સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપણે નજર સમક્ષ આવી જાય છે. પરંતુ આજે પરિસ્થિતિ પલટાઈ છે અને પ્રવાસનાં સાધનો વધ્યાં છે. રેલવે, મટર, વિમાન વગેરેમાં ઝડપી પ્રવાસ થઈ શકે છે. તેથી આ ગિરિરાજે પહોંચવાનું કામ એટલું અઘરું રહ્યું નથી. ઈચ્છા હોય તે એકલો માણસ પણ તેની યાત્રા કરી શકે છે. આગળના જમાનામાં એમ મનાતું કે પાલગજ પહોંચ્યા એટલે પારસનાથ પહોંચ્યા, સમેતશિખરજી પહેચ્યા. તેથી ઉત્તર-પશ્ચિમથી આવનાર યાત્રાળુઓ પટણા, નવાદા અને ખડગવિહા થઈ પાલગંજ આવતા અને દક્ષિણ-પૂર્વ તરફથી આવનાર માનપુર, જયપુર અને નવાગઢ ઘઈ પાલગંજ આવતા. ત્યાંથી તેઓ આ ગિરિરાજની યાત્રા કરતા. આ ગિરિરાજ ઉપર જવાના રસ્તા અનેક છે. ટેપચાચીથી પગદંડી રસ્તે માત્ર ચાર ગાઉ જ થાય છે. ચંદ્રપ્રભ સ્વામીની ટ્રેકથી પણ ચડાય છે અને શુભ ગણધરની ટૂંકથી પણ રસ્તે નીકળે છે. આગળ આ બધા માર્ગોથી યાત્રા થતી પરંતુ અત્યારે તે બે જ રસ્તા પ્રસિદ્ધ છે : એક મધુવનથી ઉપર ચડવાને, બીજો ઈસરી એટલે પાર્શ્વનાથ હીલ સ્ટેશનથી ઉપર ચડવાને તેમાં મધુવનનું સઘળ વધારે પસંદ કરવા એગ્ય છે. મધુવન પહોંચવા માટે પ્રથમ ગીરડી પોંચવું પડે છે. તે એક નાનું રેલ્વે સ્ટેશન છે અને ત્યાં એક બાજુ લખીસરાઈ સ્ટેશનથી અને બીજી બાજુ કલકત્તાધી પહોંચી શકાય છે. રેલ્વેની ઍડશે ગાઈડ તથા નકશે જેવાથી આની વધારે સમજવું પડવા સંભવ છે. ગીરડી ગીરડી સ્ટેશનની સામે જ આલિશાન શ્વેતામ્બર જૈન ધશાળા છે. તે સં.૧૯૩૪ માં મુર્શિદાબાદ નિવાસી શાયાહાદુર ધનપતિસિંહજીએ બનાવેલી છે. તેમાં ઉતારવાની સારી રાગવડ છે. તેમાં પ્રવેશ કરતાં જ ડા હાથે સુંદર મંદિર છે. તે સં. ૧૯૪૨માં
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy