________________
બેસી બેસણુ ઠામ છે, વાણી તે સુણે રે , ચારુ દિસા વલી વદન કે, વાણી ઉચરે રે લે. ૧૨ સુણી વાણી ચકાયુધ કે, પ્રતિ બોધ પામીયા રે લેલ, વંદી પ્રભુના પાય કે, ઘર ભણી આવીયા રે લે, પુત્ર ને થાપી રાજ્ય કે, આપ સંયમ લહી રે લે, શાંતિ પ્રભુ ને ગણધર, મૂલ ચકાયુધ સહી રે . હિવૈ શ્રી શાંતિ જિર્ણોદ , અવસ્થા પૂરીયા રે , લેઈ ચક્રાયુધ ને સાથ કે, ગણધર ભાવીયા રે લે, અનુક્રમે કરત વિહાર કે, ગ્રામ નગર પરે રે લે, આવે અતિ મન હર્ષ છે,
સમેત ગિરિ પર સિર રે લ. ૧૪ ચઉદમી ઢાલે એહ છે, સંયમ શાંતિનું રે , વલી કેવલ ને ભાવ કે, છે એહ માં ભલે રે , વલી ચકાયુધ સંયમ, ગણધર પદ વયું રે , પ્રણમૈ પ્રભુના પાય કે, દયા રૂચિ રંગસું રે લે. ૧૫
.
ઢાલ ૧૫ મી (હિ શ્રીપાલ કુમાર, વિધિ પૂર્વક મંજન કાજી એ દેશી), (૧) પ્રભાસ ગિરિ ટૂંક – હિવે શ્રી શાંતિ જિહંદ,
સમેત શિખર ગિરિ પર ચઢયાજી, નવસન મુનિવર સંગે તપ કરી કર્મો નિજયાજી, કર્મ કરી ચક ચૂર, પ્રભુ સંગે શિવ પદ વર્યા છે, ટૂંક પ્રભાસે આય, શિવ ચઢવા પ્રભુ જગ ધર્યા છે. ૧ પ્રભુ જગ ગુરૂ જિનરાજ,
જગ લેચન ત્રિજગના ધણી છે, જગ દીપક જગનાથ, સેવ કરે સુર ઈમ તણી છે, જગ તારણ જગ પ્રતિ પાલ,
કર્મ અરિ દલ ઈમ હણું છે, જગ જીવન જગ દયાલ, સાચે પ્રભુ તું બહુ ગુણી છે. ૨