________________
૩૦
નવ લાખ ને નવ સહસ વલી, વલિ સાત સૌ મુનિ સંજીત રે, પંચાણવે મુનિ ઊપર ભલા, એતા મુનિ લહી જિહાં મુક્તિ રે. ૪૮ વલી દત્તવર ટૂંક યાત્રા તણે, ફલ કે લહે વલી તેહ રે, કેડ ઉપવાસ ફલ હૈ જેતે, તે તે એક કે જેહ રે. ૪૯ ફલ અનતે શિખર ગિરિ ભેટતા, ભવી ભેટે શિખરગિરિરાય રે, કહે દયા રુચિ દશમી ઢાલ મેં, ગિરિ ભેટ્યા સુખ થાય રે. ૫૦
(ઢાલ ૧૧ મી) (ઋષભ જિનેશ્વર વદિયે, નિર્મલ શુદ્ધ પરિણામ છે-એ દેશી) ભવિજની શાંતિ જિનેશ્વર ગુણની સેલમો જિનરાજ હે. ચક્રવતી જિન સોલમે, સેવે સુર નર પાય છે. ૧ નયર હWિણુઉર દીપ, સોહે સ્વર્ગ વિમાન છે, જિહાં રાય વિશ્વસેન રાજીયે, સૌમ્ય સુદકિપણ હ. ૨ ભવિજના રાણી અચિરા ગુણ નિધિ, રંભા જેમ આકાર છે. ઇદ્રિાણી જિમ ગુણ ઘણા, સુંદર અતિ સુખકાર હો, ૩, એક દિવસ એક રાત્રીચે, અદ્ધ રજની સમય માંડે , ચૌદહ સુપના રાણી પિખિયા, અતિ હર્ષિત ઉછાહિ હે. ૪ પ્રથમ ગયા વર સુપનાંતરે, દેખી પરમ આનંદ છે, વૃષમ શ્વેત વર્ણ ભલે, બીજે સ્વપ્ન સુખ વૃંદ હો. ૫ સિંહ પરાક્રમી સૂરમ, તીજે એહ લહંત હો, લક્ષમી ચૌથ દેવતા, સ્વને એહ સેહત છે. ૬ પંચમે પંચ વર્ણ તણી, જુગ લહી સુમની માલ છે, છઠું સોલ કલા કરી, અમી ઝરત શશી વિશાલ છે. ૭ મહિ મંડલ તિમિર નિવારણ, સહસ કિરણ કાંતે ભાણ હે, સપ્તમ સ્વપ્ન મેં પેખી, સપ્ત-મુખાશ્વ રુઢ જાણ છે. ૮ ભવિજન સહસ જેણુ ઉર્વ સેહત, ફરકત જ આસમાન છે, સ્વપ્ન અષ્ટમ ગગને ઉતરે, ગૃહ આવ્યું સુખ થાન છે. ૯ નવમે કલશ સુજલભર્યો, એહ શુભ સ્વપ્ન લહંત રે, દરામે પદ્મ સરવરૂ, લહી સ્વપ્ન હરખંત રે. ૧૦