________________
ઈવાકુ વંશ કુલગર ભલે, ચઉસય ધનુષ દેહમાન, અશ્વ લંછન પ્રભુ ચરણ મેં, કંચન પ્રભુ તનુ વાન આયુ લક્ષ સાઠ પૂર્વનું, ત્રિણ જ્ઞાન સંયુક્ત, અનુક્રમે પાણિગ્રહણ કર્યું, નર ભવ સુખ લહેત. પિતા આયુ પૂરણ કરી, પદ ઈશાને લહંત, જિન માતા મોક્ષનું સુખ લહ્યું, સંભવ રાજ્ય કરત. તજી સંસાર ની ભાવના, મોહ કુટુંબ તાજેત, સંયમ સાવથીચે કહ્યું, કેવલ સાવથી હું ત. આયા શિખર ગિરિ ઉપરે, દત્ત ધવલ ગિરિ ધાર, લહી જિહાં અનુભવ નિર્મલ, ગિરિ તીરથ કરી સાર. સંભવ જિન સંગે કહ્યું, સાધુ સહસ શિવ ઠાણું, દત્ત ધવલ ગિરિ ઊપરે રે, થયું શુભ નિર્વાણું દ્વિતીય ઉદ્ધાર:ઉદ્ધાર સુણે હિવે ગિરિ તણે, જે જેહ પ્રકાર, કુંણ કર્યું તેહી વર્ણવું, સુણે ભવિ ચિત્ત ધાર. બંગ દેશ છે સુહામણો, હેરા નગર વિશાલ, પુરજન તિહાં ધમી ઘણ, તેહના મન શુભ લાલ. જિહ ધમી હેમદત્ત રાજી, પ્રધાને પ્રતિપાલ, રાજ કરે રગે ભલે, ભાગ્ય અવલ વિશાલ.
અદ્ધિ રમણી શજ્ય ભોગવે, પિણ સુત નાહીં એક, તિસું તે બિલ રહે, કરે ઉપાય અનેક એકદા નગરને પરિસરે, વિચરતા મુનિરાય, સંગ સાધુ પરિવારમું, રહે કાઉસગ તિહાં આય. શ્રી સંભવ જિન રાજને, ગણધર પ્રથમ વિચાર. નામે ચાસક ગણધરુ, તે મુનિ હૈ સુખકાર, બનપાલક જાઈ રાયને, દેવે બધાઈ તામ, સેવન જડિત મુદ્રા મણી, દેઈ દાન અભિરામ, હેમદને ગુરુ વાંદિયા, કરી મન બહુ લુભાવ, બેહો મૈસણું કામ મેં, આણી મન ઉચ્છાવ,