________________
૧૦૦ ઈતિહાસ” (પૃ. ૪૧. પૃ. ૪૬૦ થી ૫૦૧)માં વિસ્તારથી આપે છે. તેમાંની “નાગોરી તપાગચ્છની શાખામાં ૪૮ મા પટ્ટધર આ. રત્નશેખરસૂરિ થયા હતા. તેમનાં સં. ૧૩૭ર માં જના, સં. ૧૩૮૫માં દીક્ષા, સં. ૧૪૦૦ માં બિલાડા નગરમાં આચાર્યપદ અને સં. ૧૪૨૮ પછી સ્વર્ગગમન થયું હતું. તેમણે ખરતરગચ્છના આ. જિનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો. તેમને “સિચ્યાંધકાર નામણિ”નું બિરૂદ મળ્યું હતું. તેમણે સં. ૧૪૪૭ માં ગુણસ્થાનકમારોહ વેપડ્રવૃત્તિ, વીર જય ક્ષેત્રસમાસ પસવૃત્તિ, ગુરુગણપત્રિશ–પ-ત્રિશિકાવૃત્તિ, સબંધસરીવૃત્તિ, સં. ૧૪૧૮ માં સિરિસિરિવાલકહા, સિદ્ધચક લેખન વિધિ, કદિનશુદ્ધિ દીપિકા, ગા. ૧૪૪, દે, રત્નાવલી અને પદર્શન સમુચ્ચય વિગેરે ગ્રંથની રચના કરી હતી. આચાર્યશ્રીએ સં. ૧૪૦૭ માં ફિરોજશાહ તઘલખને ઉપદેશ આપે. અને બાદશાહે તેમને સં. ૧૪૧૪ માં વિવિધ ફરમાને આપ્યાં હતાં. આચાર્યશ્રીએ ૧૦૦૦ ઘરોના માણસોને નવા જૈન બનાવ્યાં. આ રતનશેખરસૂરિએ આ સિવાય કઈ ગ્રંથ બનાવ્યાને ઉલેખ મળતું નથી, પણ ખુશીની વાત છે કે પં. રૂપરષ્યિ ગણિના શિષ્ય પં. કવિ દયારુચિ ગણિજી “સમેતશિખર રાસ” (ઢા. ૫, ગા. ૪૧)માં લખે છે કે આ રત્નશેખરસૂરિએ સં. ૧૪૦૦ પછી સંસ્કૃતમાં “સમેતશિખર મહાસ્ય? ગ્રં. ૧૬૦૦૦ બનાવ્યું હતું. આ માહાસ્ય આજે ઉપલબ્ધ નથી. સાહિત્ય પ્રેમીએ વિશેષ સાવચેત રહી આ ગ્રંથ શોધી કાઢો જોઈએ.
૨ સમેતશિખર રાસા–
તપાગચ્છના ગીતાર્થ પં. રૂપરુચિગણિના શિષ્ય કવિ પ. દયારુચિ-ગણિએ સં. ૧૮૩૫ મહા સુ. ૫ દિને શિવપુરીમાં શ્રી પૂજ્ય વિજયધર્મસૂરિના રાજ્યમાં સવેગી પં. દેવવિજય ગણિની દેરવણુ મુજબ સમેતશિખર ઉદ્ધાર રાસ (ઢાળ ૨૧, ગ્રં. ૮૦૧)ની રચના કરી હતી. આ સર્વ મુનિવરોને વિસ્તૃત પરિચય ૨૧ મા ઉદ્ધારના વર્ણન પ્રસંગે આવશે.
* આ ઈતિહાસના લેખકે સં. ૧૯૮૩ કાર્તિક સુદિ ૫ના રોજ મુંબઈમાં દિનપ્રતિદિન ગુજરાતી વિશ્વમભા” નામે ટીકા રચી હતી.