________________
સહાયકેને સાદર આભારે પરમ પૂજ્ય “સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મહારાજને કાળધર્મ થતાં તેઓશ્રીને શ્રમણ સમુદાય, શ્રી જૈનસંઘ તથા શ્રાવક-શ્રાવિકા એક લાખથી પણ વધારેના જીવનમાં અંગત રીતે ભાઈબહેને ઉપર પરમ ઉપકાર હોઈ પૂજ્ય આચાર્યદેવશ્રીના શિષ્યરના ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ સાહેબની ગુરુદેવ પ્રત્યેની સદભાવના અને પૂજ્યશ્રી પ્રત્યેની ફરજે સમજી શ્રદ્ધાંજલિરૂપ સ્મૃતિ વિશેષાંકમાં પરમ પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવતેની શુભ પ્રેરણાથી, શ્રી સંઘ, સંસ્થાઓ તથા વ્યક્તિગત સુશ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ઉદારતાપૂર્વક જે સાથ-સહકાર મળેલ છે. તે સર્વે મહાનુભાના અમે આભારી છીએ.
આ વિશેષાંક વધુ સુંદર અને આકર્ષક બને તે માટે જરૂરી પ્રયત્ન કર્યા છે અને તેમાં વધારે પૂજ્યશ્રીની માહિતી સામગ્રી આપી શકાય તે માટે પ્રયત્ન કરવાથી પેઈજ ૨૦૦ને બદલે પેઈજ ૩૫૦ થવા જાય છે. જ્યારે તેના ખર્ચમાં પણ વધારે થયેલ છે. તેને પહોંચી વળવા પૂજ્યશ્રીના અનુયાયી વર્ગ જરૂરી સહાયરૂપ બની પોતાની ફરજ નહીં ચૂકે તેવી આશા/અપેક્ષા. શ્રી મુક્તિ કમલ– કેસર–ચંદ્ર સૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ! - ટ્રસ્ટ મુક્તિધામ જૈન દેરાસર, થલતેજ (અમદાવાદ) શ્રી નાગજી ભુદરની પાળ – જન સંધ, અમદાવાદ શ્રી અધેરી ગુજરાતી જન સંઘ – દલિ, મુંબઈ શ્રી પાલેજ જિન સંધ– પાલેજ (જિ. ભરૂચ)
ગણિવર્યશ્રી યશોવિજ્યજી મ.સા.ને શુભ પ્રેરણાથી - શ્રી સૌભાગ્યચંદ સુંદરજી સાવડીયા
નાગપુર * શ્રી નવનીતરાય મોહનલાલ શેઠ