________________
હાથી, રથ, બેન્ડવાજા વગેરેથી અતિ ભવ્ય બનેલું હતું. તે પાર્શ્વનાથ નગરમાં ફરીને જ્યાં મેરુ પર્વતની રચના કરવામાં આવી હતી, તેની સમીપે આવ્યા.
ત્યાં સૌધર્મેન્દ્ર બનેલ બાલાપુરવાળા ભાઈએ ભગવંતને મેળામાં લીધા. એટલે અચ્યતેન્દ્ર બનેલ અચ્છારીવાલા શાહ રાયચંદ ગુલાબચંદે પ્રથમ અભિષેક કર્યો. ત્યાર પછી કેલહાપુરવાળા શાહ ચંદુલાલ લાલચંદે ઈશાનેન્દ્રરૂપે ભગવતને પિતાના ખોળામાં બેસાડવાની માગ કરી, એટલે સૌધર્મેન્દ્ર ભગવંતને ઈશાનેન્દ્રના ખોળામાં બેસાડયા. અને પિતે વૃષભનું રૂપ લઈ જળથી ભરેલાં અંગવડે ભગવંતને અભિષેક કર્યો. આ આખુ દશ્ય અત્યંત ભાવવાહી અને હુબહ હતું, એટલે પ્રેક્ષકેનાં મન પર ચિરસ્મરણીય છાપ પાડતું ગયું હતું.
આજે નામ સ્થાપન વગેરેને કાર્યક્રમ હતું, પણ જન્મકલ્યાણકની ઉજવણીમાં વધારે સમય જવાથી તેને બીજા દિવસ પર મુલત્વી રાખવામાં આવ્યો.
આજે અમદાવાદના ખ્યાત નામ દાનેશ્વરી શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી ભાતું આપી સાધમિકેની ભક્તિ કરવામાં આવી હતી.
બપોરે રાગરાગિણીપૂર્વક પૂજા ભણાવવામાં આવી હતી અને રાત્રે ભાવના પ્રસંગે શ્રી ગજાનંદભાઈએ જન્મકલ્યાણકનાં વર્ણન અને મહિમાનાં ભાવભર્યા ગીત ગાઈને સહુને રસમાં તરબોળ કરી દીધા હતા. આજે ભાવના રાજ કરતાં વધુ વખત ચાલી હતી.
પ્રભુજીને રોજ નવી નવી રીતે અંગરચના થતી હતી અને તે યાત્રિકોને ભાવેદ્વાસ વધારવામાં કારણભૂત બનતી હતી. દશમો દિવસ-માહ વદિ ૨ :
તીર્થયાત્રા મનુષ્યનાં જીવનમાં મોટું પરિવર્તન કરે છે, નહિ ધારેલે પલટે લાવે છે, તેમાં આવા ધાર્મિક મહત્સવે જાયા હોય, ત્યારે તેનું વાતાવરણ એટલું સારિક બની જાય છે કે તે ગમે તેવાં કદિન હદયવાળા મનુષ્યને પણ અસર કર્યા વિના રહેતું નથી. આ મહોત્સવમાં ભાગ લેનાર અનેક યાત્રાળુઓને આ વસ્તુને અનુભવ થયે હતે.
આજે ભગવંતનાં નામ સ્થાપન આદિને કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે ચતુર્વિધ સંઘ મહત્યવસ્થાને સમયસર એકત્ર થઈ ગયે હતે
પ્રથમ નામ સ્થાપન વિધિ કરવામાં આવ્યું. તેને આદેશ કેલ્હાપુરવાળા શેઠ ચંદુલાલ લાલચંદે લીધે હતું. તેમણે ભગવંતનું નામ પાકુમાર પાડયું અને સર્વત્ર આનંદની લહરિ વ્યાપી ગઈ