SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ શેડ ચુનીલાલજી તારાચંદજી લેઢા તથા મગનલાલજી તારાચંદજી લેઢા હા. વજેચંદ તથા ઝવેરચંદ લેઢા બગવાડા (ગુજરાત) વાળા તરફથી માહ વદિ ૫ તા. ૬-૨-૬૧ સોમવારે સંઘવી શેઠ કાનમલજી સિગીના ધર્મપત્ની શ્રીમતી ઉગમકુંવરબાઈ સિગી પાલી (રાજસ્થાન) વાળા તરફથી માહ વદિ ૮ તા. ૯-૨-૧૧ ગુરુવારે.. આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર અમારી વિનંતિને સ્વીકાર કરીને આગદ્ધારક આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાતિની સાધ્વી શ્રી તિલક્ષ્મીજી મ૦ ના શિષ્યા હે શ્રીજી મના શિષ્યા તપસ્વિની સાધ્વી શ્રી તીર્થ શ્રીજી મ૦ ના શિષ્યા પરમ વિદુષી સાધ્વીજી શ્રીરંજનશ્રીજી મ. આદિ ઠાણાં ર૭ તથા પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સાદેવી શ્રી સરસ્વતીશ્રીજી આદિ ઠાણું ૪ તથા પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સા. કુસુમશ્રીજી આદિ ઠાણાં ૭ તથા પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સાધ્વી શ્રી હેમચન્દ્રશ્રીજી આદિ ઠાણાં ૩ તથા પૂ. આચાર્ય શ્રી વિજય હિમાચલસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સાધવી શ્રી ઉતશ્રીજી આદિ ઠાણાં ૪ તથા પૂ. આચાર્યશ્રીજી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સા. નિર્મળાશ્રીજીની શિષ્યા સા. પવયશાશ્રીજી આદિ ઠાણાં ૪ પધારેલ છે. આ મહોત્સવ પ્રસંગે શ્રી સમેતશિખરજી તીર્થ જીર્ણોદ્ધાર નિમિતે ૧૨૧ છોડનું ઉજમણું કરવામાં આવશે. આ મહાતીર્થમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ ક્રિયાઓનાં વિધિવિધાન કરાવવા માટે સુરત નિવાસી ક્રિયાકારક વયોવૃદ્ધ શ્રેષ્ઠિવર્ય બાલુભાઈ ઉત્તમચંદ કાપડિયા તથા શ્રી ફકીરભાઈ વગેરે પિતાની મંડળી સાથે પધારશે. પૂજા તથા ભાવના માટે પંજાબવાળા શ્રી ઘનશ્યામદાસભાઈ તથા અમદાવાદ નિવાસી વાસુદેવ ભેજકની મંડળી વગેરે પધારશે. આ વખતે મેરુશિખર વગેરે રચનાઓ રચાવવામાં આવશે. આ મહાતીર્થ ઉપર શ્રી જલમંદિરમાં શ્રી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવંતને બિરાજમાન કરવાનો આદેશ મેટી મારડ (સૌરાષ્ટ્ર)નિવાસી શ્રેષ્ઠિવર્ય શ્રી અંદરજીભાઈ મેતીચંદ કલકત્તાવાળાને રૂા. ૧૧૬૦૦૧ માં આપવામાં આવે છે. હવે અમારી આપ શ્રીસંઘને આગ્રહભરી વિનંતિ છે કે આ મહાતીર્થમાં ઘણાં વર્ષોએ થતા અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપ સહુ સહકુટુંબ પધારી શાસનશોભામાં અભિવૃદ્ધિ કરશોજી. અહીં પધારવાથી સ્થાવર તીર્થ સ્વરૂપ મહાતીર્થની યાત્રા સાથે જંગમ તીર્થભૂત પૂ. આચાર્ય ભગવંત તથા પૂ. ઉપાધ્યાય મહારાજે આદિ સુનિમંડળ તથા સાઠવીજીઓનાં દર્શન-વંદન તથા વ્યાખ્યાન વાણને લાભ મળશે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy