________________
(૬) શેઠ રમણલાલ દલસુખભાઈબ્રાફ, મુંબઈ (૭) શેઠ ચીમનલાલ ગોકળદાસ, અમદાવાદ,
આ સમિતિનું કાર્ય પ્રારંભમાં તે ઘણું ધીમું ચાલ્યું, પરંતુ પૂ. રંજનશ્રીજી મ. ચાતુર્માસ પછી વિહાર કરીને સુરત પધાર્યા, ત્યાં તેમના ગુરુબહેન સુરપ્રભાશ્રીજી મનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થતાં તેમાં અને વેગ આવે. સુંદર વૃક્ષ વાવ્યું હોય તે આગળ જતાં તેની શીતળ છાયા પ્રાપ્ત થાય છે, તેનાં પત્ર-પુપને લાભ મળે છે અને તેનાં મધુર ફળ ચાખવાને અવસર પણ પ્રાપ્ત થાય છે.
[૫] વ્યવસ્થિત પ્રચારકાર્ય અને તેનું આવેલું સુંદર પરિણામ આ ભગીરથ કાર્ય અને જે પ્રચાર કરવામાં આવે તે કઈ ઢબે કરવામાં આવ્યું અને તેનું શું પરિણામ આવ્યું, તે પણ અહીં જણાવવું જોઈએ.
આ કાર્યના પ્રચાર માટે મુખ્ય સમિતિના અધિકાર નીચે રહીને કામ કરનારી શ્રી સમેતશિખર જૈનતીર્થ જીદ્દાર પ્રચારક સમિતિની રચના કરવામાં આવી અને તેમાં ઉત્સાહી તથા કાર્યદક્ષ એવા થોડા સભ્યાને લેવામાં આવ્યા. તેનું મુખ્ય કેન્દ્ર સુરતને બનાવવામાં આવ્યું અને તેણે પૂ. રંજનશ્રીજી મ. તથા પૂ. સુરપ્રભાશ્રીજી મની રાહબરી નીચે અમુક સમયના અંતરે પત્રિકાઓ પ્રકટ કરી ભારતભરની જુદી જુદી જૈન સંસ્થાઓ તથા આગેવાન ભાવિક વ્યક્તિઓને મોકલી આપી.
અહી: એ માંધ કરવી જોઈએ કે આ પત્રિકાઓ પ્રકટ કરવા માટે પરી જહેમત ઉઠાવવામાં આવી હતી. તે એ રીતે કે ગિરિરાજપરની વર્તમાન ટૂંકે તથા જળમંદિર વગેરેના ફોટા પડાવી, તેના કે બનાવી, તે આ પત્રિકાઓમાં પ્રકટ કરવાના હતા અને તેમાં જે રીતે નવું કામ કરવા ધાર્યું હતું, તેના કુશળ શિલ્પીઓ પાસે પ્લાને બનાવી તથા એસ્ટીમેટે (અંદાજી ખર્ચ) મેળવી તે પણ પ્રસિદ્ધ કરવાના હતા.
તેથી પ્રથમ તે બુહારીવાળા પદ્માબહેન, સુરત જેનાનંદ સમાં પત્રિકા છપાવવા માટે ફાફ લઈને ગયા. પ્રેસના માલીક મહિનભાઈ બદામી ધાર્મિક કામકાજ પૈસા લઈ કરી આપતા ન હોવાથી તેમણે છાપવા ના કહી, પણ પોતાના મિત્રના પ્રેસમાં છાપી આપવા ભલામણ લખી આપી. અને તીર્થભક્તિનું કાર્ય હેવાથી બનતી મદદ કરવી આ ભાવનાએ પૂ. તીર્થશ્રીજી મ. તથા રંજનશ્રીજી મ. પાસે ગયા. તે વખતે શ્રી સમેત. શિખર મધુવન કેઠીના મુનિમ દલસુખભાઈ ત્યાં બેઠેલા હતા અને તે મોહનભાઈના પુન: પરિચિત હતા તેમણે કહ્યું કે તીર્થોદ્ધાર સારી રીતે કરે છે તે ખૂબ પ્રચાર કર જોઈએ.