________________
હતી, વળી સચિત અને સક્રિય પણ ખૂબ જ રહેવાનું હતું. છતાં પૂજ્ય જનશ્રીજી મહારાજે તેની હામ ભીડી, તે માટે આપણે તેમનું જેટલું અભિવાદન કરીએ તેટલું ઓછું જ છે.
[૩] પ્રારંભમાં જ સાંપડેલો સુંદર સહકાર એક વસ્તુને દઢ સંકલ્પ થયે કે તેને પૂર્ણ કરવાના નવાનવા ઉપા–નવા નવા માગે નીકળી આવે છે અને કેટલીકવાર ન ધારી હોય, ન કલ્પી હોય, તેવી સહાય પણ મળી જાય છે. આ કાર્યમાં પણ લગભગ આવું જ બન્યું.
રાજનગરનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈના સુપુત્ર શ્રી રાજેન્દ્રકુમારને વિવાહ કલકત્તાનિવાસી બાબુ નિર્મળકુમાર નવલખાની પુત્રી સુબેધકુમારી સાથે થયેલે, એટલે આ અરસામાં તેમનાં માતુશ્રી સૌભાગ્યલક્ષમીબહેન જે તેમનું અહીં આવવાનું બન્યું. તેમનાં કુટુંબ ઉપર પૂજ્ય તીર્થ શ્રીજી મહારાજને ઘણે માટે ઉપકાર હતું અને તેથી શ્રી રાજેન્દ્રકુમાર પૂરા પરિચિત હતા, તેથી તેઓ પૂ. મહારાજશ્રીના દર્શને આવ્યા અને ત્યાં તેમના મુખેથી શ્રીસમેતશિખર મહાતીર્થના જીર્ણોદ્ધારની વાત સાંભળી અત્યંત પ્રસન્ન થયા. તેમણે તે જ વખતે આ અતિ જરૂરી કાર્ય માટે રૂ. ૫૧૦૦૦) આપવાની પિતાની ઈચ્છા દર્શાવી. ખરેખર! પ્રારંભમાં મળેલે સારે સહકાર કાર્યકર્તાઓને ઘણા આશાવાદી બનાવે છે અને કામ ગમે તેવું દુર્ઘટ હોય તે પણ તેને પૂરું કરવાની પ્રબળ ભાવના જગાડે છે.
[૪]
જીર્ણોદ્ધાર સમિતિની રચના હવે આ કાર્ય નિયમિત રીતે આગળ વધે, તે માટે ત્યાં “શ્રી સમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિ ની નીચે પ્રમાણે રચના કરવામાં આવી?
(૧) શેઠ રાજેન્દ્રકુમાર માણેકલાલ મનસુખલાલ, અમદાવાદ, (૨) શેઠ રાયચંદ ગુલાબચંદ, અચ્છારી (ગુજરાત) (૩) બાબુ નરેન્દ્રસિંહજી સિધી, કલકત્તા. (૪) બાબુ છેટમલજી સુરાણ, કલકત્તા. (૫) બાબુ નિર્મળકુમારસિંહજી નવલખા, કલકત્તા,