________________
પરમાર્થને વરેલા પૂજ્ય ગુરુદેવ તે નિસ્વાર્થભાવે અમારા જેવા બાળજીને આગળ ને આગળ વધવાની પ્રેરણું આપતા, પરંતુ આજે યાદ આવે છે. ત્યારે લાગે છે કે જ્ઞાનસાગર સમા ગુરુદેવનું સાન્નિધ્ય મળવાં છતાં હું પ્યાસો રહી ગયો. કેવા હશે મારા કર્મો ?
પૂજ્ય ગુરુદેવશ્રીનું જ્ઞાન, બીજાને જ્ઞાન આપવાની શક્તિ, વિતરાગ ચિંધ્યા માર્ગે જવાનું લક્ષ્ય, એ પરમ પુરુષાર્થ દરેક જીવ પ્રત્યે પ્રેમભાવ – દયાભાવ કેમ વર્ણન કરવું, સમજાતું નથી. | હે ! પૂજ્ય ગુરુદેવ, આપે આપેલી સમજણું, બેધ, જૈનધર્મ પ્રત્યેની નિષ્ઠા – જે સર્વના કંઈક અંશે મારામાં આવે, સતત ધ્યાન અને આપના સ્મરણ સાથે આપના અનંત ઉપકારો ન ભૂલું. એ જ બને મારા જીવનનો પુરુષાર્થ.
હે, પૂજ્ય ગુરુદેવ જાયે-અજાયે, મન-વચન-કાયાના ગે આપ પ્રત્યે અપરાધ થયો હોય તેની ખરા અંતઃકરણપૂર્વક ક્ષમા માગું છું, ગુરુદેવશ્રીને કેટિ કેટિ વંદના. (બેડીનાકા, રાજકોટ)
ડૉ. પ્રફુલ્લ વી. શાહ
- મુક્તિધામ સર્જકે આપના અનન્ય ઉપકાર !!
મારા અલ્પજ્ઞાને પૂ. આચાર્ય ભગવંત ભુવનરત્નસૂરિજીને શ્રદ્ધાં. જલિ લેખ લખું તે ય ઓછું જ છે. શાસ્ત્રોક્ત સમજણ ને તત્ત્વજ્ઞાન – ગહનતા તેનું મૂલ્ય અમો શું આંકી શકીએ?
નાની ઉંમરે જ આપના પરિચયમાં આવ્યો, ભાગ્યશાળી સૌરાષ્ટ્ર મુકામે આપ ઘણો સમય રહ્યા. ને અમારા બેટાદ ગામ થકી ચાતુર્માસ તથા અવારનવાર ચાલુ સમયમાં પણ વ્યાખ્યાનોને પુરે લાભ મળતો રહ્યો.
પ્રત્યક્ષ દર્શને જ ઉભરતું આગવું વ્યકિતત્વ, સ્વભાવની એકદમ
સમતાને સાધે, મમતાને દેશવટે દે
પામી જીવનમાં પરમ શાંતિ,