SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોતાઓને પોતાની જાતને ભૂલાવી દેનાર તત્વ અને સત્વની ભરપુર વાણદાતા પર પકારી, વ્યાખ્યાવાચસ્પતિ, આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજીને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ આપના ચરણાવિંદે! પૂ. ગુરુદેવશ્રીને જન્મ સંવત ૧૯૮૦ માં, મારવાડનાં, ખેતાસર ગામે, વિશા ઓસવાળ જ્ઞાતિમાં (ધારીવાડ કુળ) થયો હતો. ખેતાસર એક તદ્દન નાનકડું ગામ. જ્યાં મંદિર કે પાઠશાળા કશું નથી. છતાં ય પૂજ્યશ્રીના આગલા ભવનાં જ્ઞાનના સુસંસ્કારોને લઈ મારવાડમાં જ આસિયા–તીર્થમાં અભ્યાસ કરી અને વિ.સં. ૧૯ ૯૬ની સાલમાં બાલબ્રહ્મચારી અવસ્થામાં પૂ. આચાર્યશ્રીચંદ્રસૂરીશ્વરજીના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. ધન્ય હો માતપિતાને! જેમની કૂખે પૂજ્યશ્રી જેવા તેજસ્વી રત્નને જન્મ થયો. તેજસ્વી ૨નવર્ય પૂજ્યશ્રી સાથે મારો પરિચય સં. ૨૦૨૦ની સાલના ચાતુર્માસ વખતે નાગપુરમાં થયો. જે હતું આપશ્રી સાથેનું પ્રથમ પરિચય-મિલન. પૂજ્યશ્રી આચાર્યદેવ ! આપના હરેક વ્યાખ્યામાં પ્રાયઃ મારી હાજરી રહેતી. પૂજ્યશ્રી ગુરુદેવના સદ્દઉપદેશથી જ અહીં ભવ્ય ઉપાશ્રયનું નિર્માણકાર્ય આપની અથાગ મહેનત વડે થયું. તેમજ નૂતન જૈન પ્રસાદનું નિર્માણ પણ આપ થકી જ થયેલ. ફક્ત ચાર માસના ટૂંકા ગાળામાં શિખરબંધી–ભવ્ય પ્રાસાદનો શીલાન્યાસ વિધિ, અંજનશિલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ને દશાહ્નિકા મહોત્સવ, . દશે દિવસ નવકારશી, સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાયેલ હતા. દરરોજ વ્યાખ્યાનમાં આપશ્રી સુંદર, મધુર, બુલંદ કંઠે, લય ને આલાપપૂર્વક, રાગ-રાગિણીઓથી સ્તવનો, સક્ઝા, પૂજા-પદ, દુહાઓ અને કથાનક-ગીતે તથા પ્રચલિત કહેવત સાથે આપશ્રી દાખલા બાશને અભ્યતરથી નિગ્રંથ બનવાનો અવસર એ જ અપૂર્વ અવસર
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy