SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મહિના. એ સમ નથીહિરામ સં. ૨૦૧૪ની સાલમાં થયેલું. તે વખતે મોરબીની જેમ-જેનેતર પ્રજાને તેમના પ્રવચને સાંભળવાને જે અમૂલ્ય લાભ મળે તે મારબીની ઈતિહાસમાં અજોડ અને અભૂતપૂર્વ હતા. - સાત મહિનાની સ્થિરતા દરમ્યાન મારે પૂજ્યશ્રીની સાથે ખૂબ જ પરિચયમાં આવવાનું થયેલું અને તેઓશ્રીને મારા પ્રત્યેને સદભાવ હું કદી પણ વિમૃત કરી શકું તેમ નથી. તેર વર્ષ સુધી સૌરાષ્ટ્રના મુખ્ય મુખ્ય શહેરમાં ચાતુર્માસ કરતાં તેમણે મેળવેલી ખ્યાતિ અને શાસનપ્રભાવનાનાં કરેલાં કાર્યો તે તે ગામના શહેરીજને કદી પણ ભૂલી શકે તેમ લથી. પૂ. મહારાજશ્રીની વ્યાખ્યાન-શૈલીથી શ્રોતાવર્ગ એટલે બધો મુગ્ધ થઈ ગયેલ કે શરૂથી છેવટ સુધી વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરેલો જ - રહેતે એટલું જ નહીં પણ રજાના દિવસોમાં તે વધારાના શ્રોતાજને માટે બહારની શેરીમાં સંઘને ગોઠવણ કરવી પડતી હતી. પૂ. મહારાજશ્રીની વ્યાખ્યાન કરવાની કળા અત્યંત અસાધારણ રીતે આકર્ષક છે. ભાષા જેશદાર, હૃદયમાં સોંસરી ઊતરી છાપ પાડે તેવી અને સાથોસાથ સાદી તેમ જ સામાન્ય માણસને પણ સહેલાઈથી સમજાય તેવી છે. વાણ મેઘ દેવની જેવી ગંભીર લાગતી, અને કંટાળો ન આવતાં જાણે આખે વખત સાંભળ્યા જ કરીએ એમ થતું. પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાનનું આકર્ષણ એટલું બધું હતું કે ધર્મકરણીમાં તેમ જ ઉપવાસ – આયંબિલ આદિ તપશ્ચર્યાઓમાં ભાગ્યે જ ભાગ લેતા એવા નામધારી શ્રાવકે પણ ત્યાં ખેંચાઈને આવતાં. અને કેાઈને કેાઈ સાથ લઈને જતા; એટલુ જ નહિ પણ તે જીવનમાં ઉતારતા. લગભગ દરરોજ રાત્રે પણ પૂ. મહારાજશ્રી આનંદઘનજી,ચિદાનંદજી આદિ મહાપ્રભાવિક પુરુષનાં સ્તવનો તથા પદોના ભાવાર્થ એકત્ર થયેલ મેદનીને સમજાવતા એટલે જિજ્ઞાસુવર્ગને બહેળા પ્રમાણમાં તે લાભ પણ મળી શકતા હતા. પોતે જ્ઞાનની એક પરબરૂપ હતા. ઘણા વિરતિ એટલે ૫૫ નિવૃત્તિ વિર, વિરમે જ્ઞાનીઓની વાત પણ તેજ છે ને?
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy