SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - બકરાપાક - - - - ઈતિહાસ ] ઃ ૩૫ : શ્રી શત્રુંજય ગુજરાત અને કાઠિયાવાડમાં મુસલમાન સૂબાઓ, મરાઠાઓ, કાઠીઓ અને રાજપતે પિતાની સત્તા જમાવવા ઇચ્છતા હતા. જેના હાથમાં લાઠી તેની ભેંશ તેવી સ્થિતિ થઈ પડી હતી. કાઠિયાવાડ લોકલ ડીરેકટરીના પૃ. ૩૭ થી ૪ ના લખાણ મુજબ લગભગ વિ. સ. ૧૯૦–૩૧ સુધી સૌરાષ્ટ્રમાં અરાજક્તા, જોહુકમી, અન્યાય ને અત્યાચાર ચાલતાં હતાં. રાજક્રાન્તિ જબરજસ્ત થઈ રહી હતી. એક વાર મરાઠા સિન્ટે અમદાવાદ પર હલે કરેલ. શાંતિદાસ શેઠના વંશજો શેઠ ખુશાલચંદ વગેરેએ પિતાની લાગવગ અને ધનને ઉપગ કરી અમદાવાદ લુંટાતું બચાવ્યું હતું, જેના બદલામાં પ્રજાસેવાની કદરરૂપે શેઠજીને નગરશેઠનું માનવંતુ બિરૂદ મળ્યું અને અમદાવાદમાં એટલે વ્યાપાર કટે ચઢીને થાય તેમાંથી સેંકડે ચાર આના શેઠજીને વંશપરંપરાગત મળ્યા જ કરે એમ ઠરાવ્યું. હાલમાં પણ કંપની સરકારે બ્રિટીશ ગવર્નમેન્ટ) શેઠ કુટુમ્બને દર વર્ષે રૂા. ૨૧૩૩ ઉચક આપવાના કરાવ્યા છે જે અદ્યાવધિ મળ્યા કરે છે. સૌરાષ્ટ્ર ઉપર પણ આત્માની સુલતાની વીતી ગઈ હતી. છતાં જૈન સંઘ તીર્થની વ્યવસ્થા બરાબર સાચવી. સં. ૧૭૮૯થી ૧૭૯૩ સુધી ગુજરાત ઉપર રતનસિંહ ભંડારીને અમલ હતું. આ સમયે શ્રી વિજયદયાસૂરિજીના નેતૃત્વ નીચે વિમલવસહીમાં પ્રતિષ્ઠા થઈ. સં. ૧૭૯૧માં ભાવસારે છીપાવસહીને જીણુંદ્ધાર કરાવ્યો. સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા પુનઃ આવી. તેણે જોરજુલમથી ચેાથ ઊઘરાવવા માંડી. અમદાવાદના નગરશેઠને ગાયકવાડ સાથે સારા સંબંધ હતા જેથી પાલીતાણાની રક્ષા થઈ. આ સમયે નવા નવા કુંડ બન્યા, કેટલાંક નવાં ચિત્ય પણ બન્યાં. શ્રીસંઘે હાથીપળમાં કોઈને નવું મંદિર ન કરવા દેવાને ઠરાવ કર્યો. આ ઠરાવ શિલાલેખરૂપે હાથીપળના બહારના દરવાજાના તન મથાળા ઉપર છે. સં. ૧૮૦૪માં સુરતથી પ્રેમજી પારેખ સંઘ લઈ સમુદ્રમાગે ભાવનગર ઊતર્યો. સાથે ડુમસથી શેઠ રૂપચંદ કચરાને પણ સંઘ હતા. ભાવનગરના મહારાજાએ તથા “ ગ૭ ૮૪ ચોરાશીનું એકરારી લેવું. તથા એકરાર બાપના બોલશું પાળવું તથા આદીશ્વરની સાખી પાલવું રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસી ન લેવું તપાગચ્છનિ ! શી છે ” આવું ખત કોઈ રાજા ન જ કરી આપે, અર્થાત ગેહેલ કાંધાજી વગેરે ચોકિયાત જ હતા. બીજું, મુગલ સમ્રાટાએ શ્રીહીરવિજયસૂરીશ્વરજી અને શાંતિદાસ શેઠ વગેરેને આ તીર્થના કરમાને આપેલાં જેથી તીર્થની વ્યવસ્થા શાંતિદાસ શેઠના કુટુંબીઓ કરતા જેથી ખતમાં લખેલ “તપાગર છનિ” શબ્દ બરાબર બંધબેસતો જ છે. તેમજ આ ચેકીને કર જેમ અત્યારે કેસરીયાજીમાં ભીલો જે છે તેના જેવો જ ચેકી-કર હતો.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy