SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ૬ ૩ર : [ જૈન તીર્થોને સૂરિને પણ આપ્યાં અને વિશેષમાં એમના કથનથી પિતાના રાજ્યમાં સદાને માટે ગાય, ભેંસ, બળદ અને પાડાને વધ નહિં કરવાનાં ફરમાને કહ્યાં (પં. ૨૫ થી ૩૨). - ત્યારપછી તેજપાલ સેનીના વંશને અને ખુદ તેજપાલ સોનીને પરિચય આપે છે. તેજપાલે ૧૬૪૬ માં ખંભાતમાં શ્રી સુપાર્શ્વનાથ(પાર્શ્વનાથનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ સિવાય આબુને સંઘ કાઢી સંઘપતિ થયા હતા. ગિરિ જે ઉદ્ધાર કરાવ્યો, ખરચી એક લખ્ય લ્યાહરી. –ાષભદાસ કવિ રચિત હીરસૂરિ રાસ, (પ્રાચીન જન લે. સં. અવલોકન પૃ. ૨૯) ઉપર્યુક્ત શિલાલેખ ૧૯૫૦ ની પ્રતિષ્ઠા–ઉધ્યાર પછી એક બે વર્ષમાં જ તૈયાર કરવામાં આવે છે. શ્રી હરિવિજયસૂરિજી અને તેમના ગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજીના ઉપદેશથી શત્રુજય ઉપર બીજાં ઘણાં ભવ્ય મંદિર બન્યાં છે જેની પ્રતિષ્ઠા તે ગુરુશિષ્ય ૧૯૨૦ માં કરી છે, જેના લેખ પ્રા. જૈન લે. સં. માં અંક ૪ થી ૧૧ માં પ્રગટ થયેલ છે. એ જ વસ્તુ તપાગચ્છ પઢાવલીમાં ઉ. શ્રી ધર્મસાગરજીએ સંક્ષેપમાં નીચે મુજબ લખી છે. ___ " तथा यदुपदेशपरायणगांधारीय सा० रामजी, अहम्मदावादसत्क सं. कुंअरलीप्रभृतिभिः श्रीशजये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुलिकाश्च कारिताः॥" - આજે જૈન સંઘ આ છેલ્લા ઉધ્ધાર કાર્યને પ્રત્યક્ષ નિહાળી પુનીત થઈ રહેલ છે. વિશેષ જાણવા માટે સૂરીશ્વર ને સમ્રાટુ, શત્રુંજય તીર્થોધ્ધાર પ્રબંધ, પ્રા. જેને લે. સં. ભા, બીજે, શત્રુંજય પ્રકાશ વગેરે ગ્રંથો જોઈ લેવા. આગળને ઈતિહાસ બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિજી અને તેમના શિષ્યને શત્રયાદિ તીનાં ફરમાન આપ્યાં. બાદમાં જહાંગીરે એ જ ફરમાને પુનઃ તાજ કરી આપ્યાં. આમાં શ્રી વિજયેદેવસૂરિજી અને અંતિવર્ય શ્રી પરમાન દળનો મુખ્ય પ્રયત્ન હતું. આ ફરમાન ૧૬૬૪ માં બાદશાહુ જહાંગીરે આપ્યું હતું. આ સમયે ગુજરાતમાં એક દાનવીર, ધમવીર અને કર્મવીર શેઠ શાંતિદાસ પ્રકાશમાં આવ્યા. તેઓ મુખ્યતયા ઉ. શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય-પરિવારના પરમ ભક્ત હતા. સમ્રાટ જહાંગીર પણ વિજયહીરસુરીશ્વરજી અને તેમના શિષ્યને જ ઘટે છે. આ ધર્મોપદેશથી અકબર જ નડુિં હિતુ જહાંગીર, શાહજહાં વગેરે પણ પ્રભાવિત થયા હતા તે તેમણે આપેલાં ફર માનેથી જણાઈ આવે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy