SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] L: ૫૧ ઃ દ્વારિકા આજથી ત્રણ સે વર્ષ પહેલાં વિદ્વાન જન સાધુ યાત્રી પિતાની તીર્થમાલામાં જેનપુર માટે આ પ્રમાણે લખે છે. જ અનુક્રમે જઉણપુરી આવીયા, જિનપૂજા ભાવના ભાવીય દઈ દેહરે પ્રતિમા વિખ્યાત, પુછ ભાવઈ એક સાત. તીર્થમાલા. ૩ આ જઉણપુર એ જ આજનું જેના પુર છે. ગ્રંથકારના સમયમાં ૧૦૭ જિનમૂર્તિઓ વિદ્યમાન હતી. દ્વારિકા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજીનું દીક્ષા કલ્યાણક દ્વારિકાના ઉદ્યાનમાં વાઘાનમાં થયું હતું. શ્રી કૃષ્ણજી પણ નેમિનાથ ભગવાનના પરમભક્ત હતા. પ્રભુના ઉપદેશથી પરમાતે પાસક બન્યા હતા. દ્વારિકામાં અનેક ગગનચુખી ભવ્ય જૈન મંદિરે હતાં. ત્યાર પછી તે ઘણાયે ફેરફાર થયા. છેલ્લે ઐતિહાસિક પ્રમાણને ઉલેખ મળે છે કે-ગુપ્તવંશીય રાજાના સમયમાં દ્વારિકામાં સુંદર વિશાલ ઉન મંદિર બન્યું હતું. અને મહાન મંદિર એક તીર્થરૂપ ગણાતું. લગભગ પાંચસેથી વધુ વર્ષ એ મહાન તીર્થરૂપ રહ્યું છે, પરંતુ સુપ્રસિદ્ધ શ કરાચાર્યજીએ વિજયની ધૂનમાં હારિકામાં સ્વમતને પ્રચાર કર્યા પછી ત્યાંના રાજાને પણ પિતાને ઉપાસક બનાવ્યું અને જૈન મંદિરમાં રહેલી જિનવરેદ્રદેવની મૂર્તિને ઉથાપી મહાદેવજીની પિંડી સ્થાપી ત્યાંના ચુસ્ત જૈન ધર્મીઓ દ્વારિકા છોડી ચાલ્યા ગયા અને બાકીના ઓએ સ્વધર્મનો ત્યાગ કરી જીવન બચાવ્યુ. બસ, ત્યાર પછી દ્વારિકા જૈન તીર્થ મયું. પછી વલ્લભાચાર્યજીના સમયમાં એમાં રણછોડરાયજીની શ્રીકૃષ્ણજીની રાધા વગેરેની મૂતિઓ સ્થપાઈ. વોટસન સાહેબે કાઠિયાવાડ ગેઝેટીયરમાં દ્વારિકાના મંદિર સંબંધે સાફ લખ્યું છે કે-વિમલવસહી (આબુનું જગપ્રસિદ્ધ જૈન દેવાલય) વગેરેની પેઠે આ સ્થાન પણ જૈનોનું છે. પાસે જ વસઈ ગામ હતું. આ મંદિરની રચના જે મંદિરને મલતી છે. ગુણકાલીન શિલ્મને સુંદર નમૂનો છે. પહેલાં આ જૈન મંદિર હતું વગેરે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર પણ સાફ સાફ કહે છે કે “ આ જગત દેવાલય (દ્વારિકાનું પ્રસિદ્ધ મંદિર ) કયા વર્ષમાં કેણે બનાવ્યું તેને કો આધાર ઇતિહાસ કે પુરાણમાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે આ મંદિર વજનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈનીકેએ કરાવ્યું છે, અને ૭૧
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy