SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ 1 • ૫૪૧ : મિથિલા મલ્લિનાથજી અને ૨૧મા તીર્થંકર ધી નમિનાથજી× ભગવાનનાં, ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણુક થયાં હતાં. કુલ ૮ કલ્યાણકની ભૂમિ છે. મહાસતી સીતા જનકરાજાને ત્યાં આ નગરીમાં જ જન્મ્યાં હતાં. શ્રી યુગમાહુ અને મયણરેખાના પુત્ર શ્રી નમિરાજને ઉત્પન્ન થયેલા ભયંકર વ્યાધિમાં શાંતિને માટે ચંદન ઘસતી રાણીએના કશુધ્વનિ સાંભળી અહીં જ વૈરાગ્ય ઉત્પન્ન થયા હતા. દેવતાઓએ અને સૌધર્મેન્દ્રે પુનઃ પુન: તેમના વૈશંગ્ટની કસેાટી કરી પશુ નમિરાજ દૃઢ રહ્યા અને રાજર્ષિ પુદ ઉર્જાન્યું હતુ ભગવાન શ્રી મહાવીરરવામીએ અહીં છ ચાતુર્માંચ કર્યાં હતાં. આઠમા ગણુપર અકપિત પણ અહીંના જ હતા. ભગવાન્ મહાવીરસ્વામી પછી ૨૨૦ વર્ષ ચેાથે। નિન્દ્વવત થયા તે પશુ આ મિથિલાના જ હતા. આ પ્રદેશ ઘણુંા જ રસાળ છે. સંસ્કૃતભાષાનુ કેન્દ્રસ્થાન છે. મૈથિલી પડિતા આજ પણ પ્રસિદ્ધ છે. અહીં પહેલાં શ્રી મલ્લિનાથજી અને શ્રી નમિનાથજીનાં મદિરા હતાં. આજે તે સ્થાન વિદ્યમાન છે. ત્યાંથી ચરણુપાદુકા ભાગલપુરના મદિચ્છમાં પધરાવવામાં આવી છે. આજે ખંડિયેર જમીન નાની ત્યાં ( મિથિલામાં ) વિદ્યમાન છે. અહીં ( જૈનોની વસ્તી નથી. કાઇ તીર્થંલકત શાસનપ્રેમી કલ્યાણક ભૂમિના અણુધ્ધિાર કરાવી કંઈક સ્મૃતિચિન્હ (સ્તૂપ યા તે પાદુકા) મનાવરાવે તેની જરૂર છે. વિવિધ તીર્થંકલ્પકાર, મિથિલા તીર્થંકલ્પમાં જે વિશેષતા જણાવે છે, તે આ પ્રમાણે છે. * શ્રૌમલિનાથ પ્રભુના જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિનાકુંભ રાજા અને માતા પ્રભાવતી રાણી હતાં. ભગવંત ગભે આવ્યા પછી માનાને એક રાત્રીએ છએ ઋતુના ફૂલની શખામાં જ સુવાના દેહલા ઉપજ્યા. દેવતાએ તે પૂર્યાં. એવા મળના પ્રભાવ જાણી પ્રભુનુ નામ શ્રીમલ્લિનાથ આપ્યુ. તેમનુ શરીરમાન ૨૫ ધનુષ્ય, આયુષ્ય પંચાવન હજાર વર્ષનું જાણુન્નું. નીલ વર્ણ તથા કુંભનું લછિન હતુ, × શ્રી નમિનાથ પ્રભુના જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિતા વિજયરાજા અને માતા વત્રારાણી હતા. ભગવંત ગભે આવ્યા પછી સીમાયા રાજા ભગવ તના, પિતાના શત્રુ હતા તે ચઢી ભાગ્યા. ગામના કિલ્લાને ચાપાસ લશ્કરથી વીંટી લીધું. રાજાને ઘણી ખીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢી શત્રુએને વાંકી નજરે જોયા. રાણીનુ તેજ શત્રુરાાએથી ન ખમાયુ, તેથી સવ' આવી પ્રભુશ્રીની માતાને 'નમસ્કાર કરી કહેવા લાગ્યા –અમારા ઉપર સૌમ્ય દષ્ટએ જુ, રાણીએ તેમના ઉપર સૌમ્ય દૃષ્ટિથી જોઈ માથે હાથ મૂમ્યા. સર્વ રાજાએ રાણીને પગે લાગી આજ્ઞા માગી પેાતપેાતાને નગરે ગયા. એવે પ્રભાવ જાણી પ્રભુનુ નામ શ્રીનમિનાથ દીધું. તેમનું શરીરમાન ૫૬૦ ધનુષ્ય, દશ હજાર વર્ષનું આયુષ્ય તથા સુવણું' વર્ણ અને લાંછન નીલ-કમળનું જાણવું. + આય મહાગિરિસૂરિજીના શિષ્ય કૌડિન્ય ગેન્નવાલા શ્રો અશ્વમિત્ર જેમણે અેદિક ' મત ( શૂન્યવાદ ) મિથિલામાં લક્ષ્મીકર લક્ષ્મીધર-ચૈત્યમાં સ્થાપ્યા હતા. · સામુ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy