SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] * ૫૯ : ભજિલપુર જિનમતિ છે, ખંડિત છે. લેકેએ અજ્ઞાનતાથી સિંદુરના થડા કરી આકૃતિ બગાડી નાંખી છે. ત્યાંથી પુનઃ એ જ દેવીના રક્તરંજિત મંદિર પાસે આવ્યા. પડાઓને ઉપદેશ તે સારી રીતે આપ્યું હતું. કહ્યું કે-આ જૈન શાસનદેવી છે, તેની સામે આ પાપ લીલા ન હોય પરંતુ રસનેન્દ્રિયના ગુલામ ભૂવાએ જ્યાં પિતાના સ્વાર્થ ખાતર જ આ પાખંડ ચલાવ્યું છે ત્યાં ઉપદેશ પણ કેટલી ઘડી ટકવાને હતા ? વળતાં અમને અહીં જ મળેલા એક સીપાઈએ પ્રહ્યું કે અહીં ઘણી જન, મતિઓ હતી પણ આ પંડાઓએ ઘણું તેડીફાડી નાખી છે અને જે બાકીની છે તે પણ જે તેમનું ચાલે તે તે પણ ન રાખે પરંતુ કેટલીક પહાડમાં કતરેલી છે અને જે છૂટક છે ત્યાં ચમત્કાર છે. આવક પણ આવે છે એટલે આ થોડી મતિએ રાખી છે. • આ હટવરીયા ગામ અને પહાડ કલકત્તાના સુપ્રસિદ્ધ દાનવીર બાબુ રાયબદ્રીદાસ મુકીમે ખરીદી લીધેલ છે, એટલે તામ્બર જૈન તીર્થ છે. આમાં તાંબર નિ સાથે ખુશી થવા જેવું છે પરંતુ આ વસ્ત તીર્થને ઉધ્ધાર કરવાની પરમ આવશ્યકતા છે. નવીન તીર્થ કરતાં પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધારમાં ઘણું ફલ છે, તેમાંય આ તે તીર્થકર પ્રભુની કલ્યાણક ભૂમિ છે; આ તીર્થને વિશેષ ઇતિહાસ જૈન જ્યોતિના પ્રથમ વર્ષના અંકમાં મેં આવ્યો છે એટલે અહીં લખાણ નથી કર્યું. * ભદિલપુર તીર્થભૂમિની ક્ષેત્રફરસના જરૂર જનોએ કરવી જોઈએ; આ સ્થાન ગ્રાન્ટ ટેન્ક રોડ ઉપરથી કાશી આવતાં શેરઘાટીથી, છ કેસ દૂર છે અને શિખરજીથી આવતાં ડેલીગામથી છ કેસ દૂર છે. ગૃહસ્થો માટે કાશીથી શિખરજી ચા તે કલકત્તા જતાં ગયાજી સ્ટેશન વચમાં આવે છે. ત્યાંથી સીધે રસ્તે હન્ટરગંજ યા તે શેરઘાટી મેટરે જાય છે. અને ત્યાથી ભદિલપુરને રસ્તે મળી જાય છે. પહાડની નીચે ભદિલા ગામ પણ છે. એટલે પ્રાચીન નગરી તે બાજુ હોય તેમ સંભવે છે. ત્યાંથી પહાડને ચઢાવ પણ હેલે છે, "* આ રસ્થાનથી ૫-૬ કેસ દૂર બનારસ તરફ જતાં ઘટરાઈન નામનું ગામ છે ત્યાં ગામ બહાર નાની ઘણી પહાડીઓ છે, જેમાં બાગળના વખતમાં જૈન મંદિરો અને મૂર્તિઓ પુષ્કળ હતા. તેમાંથી અત્યારે જેને દત્તનાં પગલાં કહે છે તે સ્થાન પૂર્વે જૈન મંદિર હતું અને પાકા પણ તીર્થકર ભગવાનની જ છે. આ સિવાય એક બીજી પહાડી ઉપર સુઈનું મંદિર છે તે પણ પહેલાં ન મદિર હતું એમ દેખાય છે. અહીં પહેલાં ઘણી છે મતિઓ હતી એમ અહીંના રાજપુતે કહે છે. ઘટરાઈનમાં બે મહિલા છે. એકમાં રાજપુતો રહે છે અને બીજામાં બ્રાહ્મણ રહે છે. આ બ્રાહ્મણેએ જૈનોની ઘણી મૂર્તિઓ તોડીફાડી નાખી છે એમ સંભળાય છે. આ સ્થાન પહેલાં ભદ્દિલપુરની સાથે જ હતું એટલે તે પણ એક તીર્થના સ્થાન તરીકે છે, '
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy