SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય જઈ મંદિર બંધાવ્યું હતું અને જીર્ણ થયેલા ભાગને ઉદ્ધાર કરાવ્યો હતો. આ બપ્પભટ્ટસૂરિજીએ શ્રી ઉન તીર્થ તથા ગિરનાર તીર્થની રક્ષા કરી શ્રી જેન ૦ સંઘને સુપ્રત કરાવ્યું હતું. ગિરનાર તીર્થ પણ શત્રુંજયનું જ એક શિખર છે. રાજા અમે ગિરનાર ઉપર પુષ્કળ દ્રવ્ય ખર્ચા જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. આ રાજાએ સૂરિ છના ઉપદેશથી પગિરિ ગ્વાલીયર)માં ૨૩ હાથ પ્રમાણુવાળું શ્રી વીર ભગવાનનું શ્રેષ્ઠ મદિર કરાવ્યું. ત્યાં સવા લાખ સોનામહોર ખરચી એક ભવ્ય મંડપ કરાવ્યા. આ સિવાય બીજું એક હાથ ઊંચું મંદિર બનાવરાવ્યું હતું, જેમાં નવ રતલ પ્રમાણે શુધ્ધ સુવણની પ્રતિમા સ્થાપી હતી. સૂરિજી વિ. સં. ૮૯૫ માં સ્વર્ગવાસી થયા હતા આમ રાજા અને સૂરિજી મહારાજ સંઘ સહિત ૮૯૦ માં સિધ્ધાચલજી વગેરે તીર્થોની યાત્રાએ ગયા હતા. આ જધ્ધારને પણ એ સમય સમજે. બાહડ મંત્રીશ્વરને ચૌદમો ઉદ્ધાર જાવડશાહના ઉધ્ધાર પછી આ તીર્થનો માટે અને મુખ્ય ઉધ્ધાર ગુજરાતના પરમ પ્રતાપી પરમાતે પાસક મહારાજા કુમારપાલના મંત્રીશ્વર બાહડે કરાવ્યું હિતે પ્રભાવક ચરિત્રમાં લvયું છે કે શ્રીમાન વાગભટ મંત્રીએ તીર્થનો (સિધ્ધાચલજી ઉધ્ધાર કરાવ્યું તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત પ્રાસાદમાં ધનને વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત ૧૨૧૩માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે દવારેપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.” “ફિારથી સુવિઘઉં (૧૨૧૩) જ દવાર રચવાથRI प्रतिमां सप्रतिष्ठां स, श्रीहेमचन्द्रसरिभिः ॥" આ જીર્ણોધ્ધારમાં બાહડ મંત્રીએ એક કરોડ અને સાઠ લાખ રૂપિયાને ખર્ચ કર્યો હતે. દિક્ષપુરા કરી, ચિત્તા ચક મહિ! स श्रीवाग्भटदेवोऽत्र, वणर्यते विवुधैः कथम् १" કુમારપાલ પ્રબન્ધમાં બાહડના આ જીર્ણોધ્ધારમાં ૨૯૭,૦૦,૦૦૦ રૂપિયાને ખર્ચ થયાનું લખ્યું છે. પ્રગચિન્તામણિ અને કુમારપાલપ્રબન્ધમાં આ તીર્થના બાહડ મંત્રીના જણધ્ધારનું વિગતવાર વર્ણન છે ત્યાંથી વાંચકેએ વાંચી લેવું. સંક્ષેપમાં વાત એમ છે કેબાહડના પિતા મંત્રીશ્વર ઉદાયન સમ્રા કુમારપાલની આજ્ઞાથી સૌરાષ્ટ્રમાં યુદ્ધ માટે ૧. કુમારપાલ પહેલાં ગુજરાતના રાજા સિદ્ધરાજે સિદ્ધગિરિની યાત્રા કરી હતી અને દેવપૂજનાદિ તથા તીર્થરક્ષા આદિ નિમિત્તે બાર ગામ અર્પણ કર્યા હતાં. આ પ્રસંગ ૧૧૭૯માં બન્યો હતો.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy