SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] પર . હરિતનાપુર મધ્યાહ્નના સૂર્યની માફક તપી રહ્યો હતે. છ ખંડમાં આ નગરીની યશગાથા ગવાતી હતી, છ ખંડની રાજ્યલક્ષ્મી અહીં જ રમતી હતી. ચાર ચાર ચક્રવર્તી એની રાજધાનીનું અનુપમ માન મેળવનાર એ ગૌરવશાલી મહા નગરીનું નામનિશાન પણ કાળના ગતમાં સમાઈ ગયું છે. ચેતરફ ગાઢ જંગલ અને વચમાં માત્ર જિનમંદિર છે. આ પછી પાંડવ અને કૌરવોના સમયમાં પણ આ નગરીને રસપ્રદ સુદર છવંત ઇતિહાસ મળે છે. જૈન પ્રાચીન ગ્રન્થો અને મહાભારતમાં આ નગરનું મનહર વર્ણન મળે છે, પરંતુ જે મહાભારત યુદ્ધ મંડાયું અને માનવ જાતિના સંહારને જે ભીષણ યજ્ઞકાંડ મંડાયો ત્યારથી આ નગરીનું પતન થાય છે. યાપિ આ પછી પણ ઘણા સમય સુધી ભારતની રાજધાનીનું અનુપમ માન પ્રાપ્ત થયું છે. પછી ત્યાંથી દૂર હટતાં હટતાં ઈન્દ્રપ્રસ્થ અને દિલ્હી રાજધાની જાય છે. ધીમે ધીમે તેને હુસ થતા જાય છે. છેલ્લે મેગલાઈમાં યુદ્ધભૂમિ બને છે અને હાલમાં માત્ર ભર્યાકર અરણ્ય-જંગલરૂપે નજરે પડે છે. ત્યારે અહીં બે વિશાલ સુંદર જિનમંદિર છે, એક શ્વેતાંબરી અને બીજી દિગંબરી આ સિવાય ત્રણ નિરિસહી અને એક આદિનાથ ટુક-ટોક છે. આદિનાથ ટુકનું સ્થાન ઋષભદેવ ભગવાનના પ્રથમ પારણુનું સ્થાન કહેવાય છે. ત્યાં સુંદર સ્તૂપ અને પાદુકા છે તેમજ તેની પાસે જ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને શ્રી અરનાથ ભગવાનની પાદુકા છે. આ રથાનનો કબજે અને વહીવટ તામ્બર તીર્થરક્ષક કમિટી (પંજાબ) કરે છે, બાકીની ત્રણે નિસહીઓમાં અને સંપ્રદાયના અને વિના ભેદભાવે જાય છે. અહીં પ્રાચીન પાદુકાઓ પણ હતી, વ્યવસ્થા વહીવટ પણ અને સંપ્રદાય મળીને કરતા પરંતુ વર્તમાન વિગંબરી વ્યવસ્થાપકે છ8 પાદુકાઓ ઉખેડી નાંખી માત્ર સ્વસ્તિક જ રાખ્યા છે, તેના ઉપર લાંબાડા પિતાના લેખો પણ લગાવી દીધા છે. અત્યારના દિગંબર મંદિરમાં પહેલાં તે શ્વેતાંબર સંઘ અને દિગંબર જેને બને વિના ભેદભાવે દર્શન-પૂજન કરતા હતા; ત્યાં જ ઉતરતા અને રહેતા હતા. વેતાંબર મરિની ચેતરફ વિશાલ શ્વેતાંબર ધર્મશાળા છે. પહેલાં અહીં એક બ્રહ્મચર્યાશ્રમ ચાલતું હતું પરંતુ આરંભરા જેનોએ ટૂંક સમય ચલાવ્યા પછી તે સંસ્થા બંધ પડી છે. હવે પુનઃ અનાથાશ્રમની વાત ચાલે છે. આ તીર્થની વ્યવસ્થા વેતાંબર તીર્થરક્ષક કમીટી-પંજાબના તાબામાં આવ્યા પછી બહુ સારી છે, ઉન્નતિ સારી થઈ છે. આમાંથી અન્ય તીર્થવાળાઓએ ખાસ શીખવા જેવું છે. કાર્યવાહક સારા વ્યવસ્થાપક અને ભક્તિવાળા છે, યદ્યપિ દિગંબર મદિર કરતાં તામ્બર મંદિર પાછળ બન્યું છે પરંતુ શ્વેતામ્બર મદિરમાં મૂર્તિ પ્રાચીન છે. જગદગુરુ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy