SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ લખની ઈતિહાસ ] : ૫૧૧ : 0 58 તથા 5! ભગવાનની મૂતિ છે; સિહના પાયાવાળી પર પાટ નીચે વચમાં ધમંચ અને બને બાજુ વસ્ત્રધારી મનોહર સાધુઓની આકૃતિ છે. આવી જ બીજી બે પ્રતિમાઓ છે જેમાં એકમાં શ્રમપાસકો-શ્રાવકેની આકૃતિ છે જ્યારે બીજીમાં સાધુઓ અને શ્રાવકે બન્ને સાથે જ ભક્તિભાવે હાથ જોડીને ઊભા છે. J 118 માં સુંદર મામડલ સહિત મનોહર મૂર્તિ છે. J 18 એક સુંદર ચોવીસી છે, સાથે જ પંચતીર્થ છે અને વચમાં બે રાષભદેવ પ્રભુની મનહર મૂર્તિ છે. ખભા સુધી વાળ ઉતર્યા છે. બહુ જ સરસંઅને દર્શનીય છે. અર્ધ ખીલેલા કમલસમ નેત્રયુગલ અને શાંત સુધારસ વહેતું મુખમંડળ અરે જ અપકર્ષણીય છે, J 880 A તેમાં તીચે મુજબ લેખ છે. . सं. ११३२ ज्येष्ठ शुदि ३ शनौ पं. ऋत सोमदेव तस्य शिष्य विशालदेव प्रतिमं प्रणमति. J 81 નેમનાથ પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની બહુ જ મનહર આકૃતિ છે J 208 એક અખંડિત આયોગપટ્ટ છે. મને હર પથ્થર ઉપર આલેખેલ છે જે જૂના સમયમાં શ્રાવકે ઘરમાં પૂજા માટે રાખતા. વચમાં સુંદર જિનમૂર્તિ છે અને આજુબાજુ સુંદર કોતરણી છે. આવી જ રીતે / 249, 250 માં પણ સુંદર આયોગપટ્ટ છે. 1 / 940 કાઉસ્સગ ધ્યાનમાં ઊભેલી મનહર જિનમૂર્તિ છે. તેમાંય તેના લ ગેટની રચના બહુ જ ધ્યાન ખેંચે છે. J 176 આ પણ સુંદર લગેટબદ્ધ કાઉસ્સગ ધ્યાનમાં લયલીન જિનર્ત આ છે તેમજ તેની ઉપર પણ એક નાની ચમ્ય જિનભૂતિ છે. 5 16 રાજા કનિષ્કના સમયની આ બહુ જ મનહર મૂર્તિ છે.* J 1 એક રને આર્યાવર્તની મૂર્તિ છે. એક ગોળ પથ્થરમાં આકૃતિ આલેખેલી છે પરંતુ ઘણુ કાળથી જમીનમાં રહેવાથી બહુ જ ઘસાઈ ગયેલ હોવાથી સ્પષ્ટ આકૃતિઓ જણાતી નથી પરંતુ બહુ જ ધારીને જેવાથી દેવનું પૂજન કરતી દેવીઓ અને પાસે જ ઉભેલી આયિકાઓ જણાય છે. પછી તે વિશેષ શેધ થવાથી જણાય તે ખરૂ. J 24 આમાં એક સરસ્વતી દેવીની બહુ જ મનહર આકૃતિ છેવાહિની આ દેવીની મૂર્તિ જોઈ હદય બહુ જ આનંદિત થાય છે. ક્યા સરસ્વતી ઉપાસકે આ વાવાની અર્ચના નથી કરી? પણ આ મૂતિ જોતાં હદયમાં તરત જ ભકિતભાવના જાગૃત થાય છે અને તેને કૃપાકટાક્ષ મેળવવા મન લલચાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy