SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ સ ઈતિહાસ ] ૪૮૫ ઃ ક્ષત્રિય જીનું રામબાગનું સુંદર મંદિર (૮) રામબાગનું બુદ્ધિસિંહજી બાબુવાળું મંદિર, શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું મંદિર, અહીં રત્નની ચાર પાદુકાઓ છે. (૯) રામબાગનું અષ્ટાપદજીનું મંદિર, આમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. આ મંદિરમાં આઠ આઠની લાઇનમાં એવીશ તીર્થંકરની ચેવિશ પ્રતિમાઓ છે વચમાં પચીશમી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે (૧૦) સંભવનાથજીનું મંદિર, મૂળનાયક શ્રી સંભવનાથજી છે. મૂલનાયકની ભવ્ય વિશાલ મૂતિ છે; અહીં વાતકૃતિઓ પણ ઘણી છે અહીં એક પન્નાની થી મલિનાથજીની લીલારંગની, ચોવીશ રત્નની સફેદ રંગની, તેર પ્રતિમાઓ કટીની શ્યામ રંગની અને પચાસ ચાંદીની મૂતિઓ છે. આ બધી મૂતિઓ દર્શનીય છે. (૧૧) શાંતિનાથ પ્રભુનું મંદિર-મૂલનાયક શ્રી શાંતિનાથજેની પ્રતિમા પાનાના લીલા રંગની છે, અને બાજુ સ્ફટિકની સફેદ પ્રતિમાઓ છે. અહીં નવલખાજીના બગીચામાં સફેદ ગુલાબ, કમલ વગેરે થાય છે અને પ્રભુપૂજામાં વપરાય છે. અહીંનાં બધાં મંદિરે દર્શનીય છે. ક્ષાત્રચકુંડ નવાદ સ્ટેશનથી ૩ર માઈલ, લખીસરાઈ જંકશનથી ૨૨ થી ૨૪ માઈલ અને ચયાપુરીથી થોડા માઈલ દૂર સ્થાન છે. કાકડીથી ૧૦ માઈલ દૂર છે. નવાદાથી તે ગૃહસ્થાને મટર દ્વારા અહીં આવતાં વધારે અનુકૂળતા છે. લખીસરાઈવી સીકધરાજ જતી સડકથી આ સ્થાન હૂર છે. સડક રસ્તે કાકડી થઈને જતાં ૧૮ માઈલ આવ્યા પછી કાચે રાતે ક્ષત્રિયકુંડ જવાય છે. ક્ષત્રિયકુંડ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મસ્થાન તરીકે બહુ પ્રસિદ્ધ છે. અહીં ક્ષત્રિયકુંડને બદલે “જન્મસ્થાન નામ વધારે મશહૂર છે. જિન મંદિર અહીંથી પાંચ માઈલ દૂર છે. ક્ષત્રિયકડ જતાં પહેલાં લછવાડ ગામમાં રહેવું પડે છે. આ નગર વિજયી ૨ જાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે. લછવાડમાં એક સુંદર વિશાલ તાંબર ધર્મશાળા અને અંદર વેતાંબર રોલ મદિર છે. બહાર વિશાલ કમ્પાઉન્ડ છે. મંદિરમાં શ્રી વીર પ્રભુની સુન્દર પ્રતિમા મૂળનાયક છે, ધર્મશાળા જમી અને તટેલી છે. કહે છે કે જ્યારથી થઈ ત્યારથી જ તે અધૂરી જ રહી છે. શાળાનું કામ ઘણા વખતથી અવ્યવસ્થિત છે. ધર્મશાળાની ત્રણું માઈલ દર પહાડ છે. જતાં વચમાં ચેતરફ પહાડી નદીઓ અને જગલે આવે છે. તે બિવા લાગે છે. એકાકી આદમીને ડર લાગે તેવું છે. એક ને એક જ નદી છબી સાત વાર ઉલંઘવી પડે છે. નદીમાં ચોમાસા સિવાવ પાનું રહેતું નથી. રસ્તામાં પર અને કાંકરા ઘણા પાવે . પહાડની નીચે તલાટીમાં બે નાના જિનમદિ છે તે સ્થાનને જ્ઞાતખંડન કહે છે (હાલમાં કુવાટ કહે છે). અહી પ્રજની દીક્ષાનું સ્થાન બતાવાય છે અથાત દીક્ષા કરવાનું રથાન છે. તલાટીમાં
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy